શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બાયૉ-બબલ નિયમથી કંટાળ્યો આ ક્રિકેટર, બોલ્યો- આના કારણે કેટલાય ખેલાડીઓ ટૂર્નામેન્ટ્સ છોડી દેશે
ઇયોન મોર્ગને કહ્યું કે, બાયૉ-બબલના કારણે ભવિષ્યમાં વધુ ને વધુ ખેલાડીઓ પ્રવાસ કરવાનો ટાળી શકે છે, ટૂર્નામેન્ટોમાંથી હટી શકે છે
નવી દિલ્હીઃ આઇપીએલ રમી રહેલા ઇંગ્લિશ ક્રિકેટર ઇયોન મોર્ગને બાયૉ-બબલ નિયમને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ઇયોન મોર્ગન અને જેસન હૉલ્ડરે ખેલાડીઓને લાંબા સમય સુધી બાયૉ-બબલ રહેવાના લઇને ચેતાવણી આપ છે, તેમને કહ્યું આ એકદમ થાકભર્યુ છે, આ કારણે કેટલાય ખેલાડીઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ શકે છે.
ઇએસપીએનક્રિકઇન્ફોને ઇયોન મોર્ગનના હવાલાથી કહ્યું- અમે ગરમીમાં અમારા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોને પુરેપુરી આયોજિત કરવામાં સફળ રહ્યાં. આ ટીમ માટે અવિશ્વસનીય ઉપલબ્ધિ છે, અને ઇસીબીએ શાનદાર પ્રતિબદ્ધતા બતાવી. અમે ભાગ્યશાળી છીએ કે અમને ફરીથી રમવાનો મોકો મળ્યો. ઇયોન મોર્ગન હાલ આઇપીએલ 2020માં કોલકત્તા નાઇટ રાઇડર્સની કેપ્ટની કરી રહ્યો છે.
વર્લ્ડકપ વિજેતા કેપ્ટન ઇયોન મોર્ગને કહ્યું કે- ખુબ લાંબા સમય સુધી બાયૉ-બબલમાં રહેવાનુ નથી ગમતુ, તેને કહ્યું આ બાયૉ-બબલને 12 મહિના કે 12 માંથી 10 મહિના જ્યારે અમે ટૂર કરીએ છીએ, ત્યારે જાળવી રાખવુ વ્યવહારિક નથી. તમે ખેલાડીને માનસિક અને શારીરિક બન્ને રીતે થકવી નાંખો છો, અને આ એકદમ થાકભર્યુ બની જાય છે, જે કોઇને પસંદ નથી.
ફાઇલ તસવીર
વેસ્ટ ઇન્ડિઝ ટીમના કેપ્ટન જેસન હોલ્ડરે પણ ઇયોન મોર્ગન સાથે સહમતી દર્શાવી હતી, તેને કહ્યું હતુ કે, આ એક પડકારભર્યુ છે, હું ભાગ્યશાળી છુ કે હજુ પણ કામ કરી રહ્યો છુ, દુનિયામા કેટલાય લોકો છે જે કૉવિડ મહામારીના કારણે કામ નથી કરી રહ્યાં. અમને હજુ પણ લોકોને મનોરંજન કરવાનો મોકો મળી રહ્યો છે, જે અમને ગમે છે. ઇયોન મોર્ગને કહ્યું કે, બાયૉ-બબલના કારણે ભવિષ્યમાં વધુ ને વધુ ખેલાડીઓ પ્રવાસ કરવાનો ટાળી શકે છે, ટૂર્નામેન્ટોમાંથી હટી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion