T20 Fastest Century: 11 ચોગ્ગા, 8 સિક્સર... ફટકારી T20 ઈન્ટરનેશનલની સૌથી ઝડપી સદી, રોહિત શર્માથી પણ ખતરનાક છે આ બેટ્સમેન
NEP vs NAM: સદી સાથે નિકોલ લોફ્ટીએ રોહિત શર્મા, ડેવિડ મિલર જેવા ધૂરંધરોને પણ પાછળ રાખી દીધા હતા.
Jan Nicol Loftie-Eaton: નેપાળમાં આજથી T20I શ્રેણી આજથી શરૂ થઈ છે, કીર્તિપુરમાં નામીબિયા અને નેપાળ વચ્ચે પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં નામિબિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા નામિબિયાની ટીમની શરૂઆત આશાજનક રહી હતી. નામીબિયાની ટીમ વતી મલાન કરુગર અને જોન નિકોલ લોફ્ટી ઈટનએ શાનદાર બેટિંગ કરીને ટીમને મજબૂતી આપી હતી.
જેન નિકોલ લોફ્ટી એટને T20Iમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 33 બોલનો સામનો કરીને તોફાની સદી ફટકારી હતી. જે ટી20 ક્રિકેટની સૌથી ઝડપી સદી છે. આ સદી સાથે નિકોલ લોફ્ટીએ રોહિત શર્મા, ડેવિડ મિલર જેવા ધૂરંધરોને પણ પાછળ રાખી દીધા હતા.
🚨 Record Alert 🚨
Namibia's Jan Nicole Loftie-Eaton hits the fastest-ever Men's T20I hundred 🎇#NEPvNAMhttps://t.co/8I3D13kh6I— ICC (@ICC) February 27, 2024
કુશલ મલ્લ પછી ત્રીજા સ્થાને ડેવિડ મિલરનું નામ છે, જેણે વર્ષ 2017માં 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય ટીમ માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ કેપ્ટન રોહિત શર્માના નામે છે, જેણે શ્રીલંકા સામે 35 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન
- યાન નિકોલ લોફ્ટી – 33 બોલમાં સદી ફટકારી (2024)
- કુશલ મલ્લ- 34 બોલમાં સદી ફટકારી (2023)
- ડેવિડ મિલર- 35 બોલમાં સદી ફટકારી (2017)
- રોહિત શર્મા- 35 બોલમાં સદી ફટકારી (2017)
પ્રથમ બેટિંગ કરતા નામિબિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. ટીમ વતી માલન કરુગરે 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેમના સિવાય યાન યાન નિકોલ લોફ્ટી ઈટને 101 રનની તોફાની ઈનિંગ રમી હતી અને ટીમને આ સ્કોર બનાવવામાં નોંધપાત્ર મદદ કરી હતી. આ રીતે નેપાળની ટીમને મેચ જીતવા માટે 207 રનનો ટાર્ગેટ મળ્યો હતો. 207 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી નેપાળની ટીમ 18.5 ઓવરમાં 186 રન બનાવી શકી હતી. નામિબિયાનો 20 રનથી વિજય થયો હતો.
વન ડેમાં કોના નામે છે આ રેકોર્ડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે છે. એબીડી, જેને મિસ્ટર 360 ડિગ્રી કહેવામાં આવે છે, તેણે ODI ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 31 બોલમાં સદી ફટકારી હતી.