Final 2022: આવતીકાલે ભારત-શ્રીલંકા વચ્ચે ખિતાબી ટક્કર, જાણો એશિયા કપની ફાઇનલનુ કેટલા વાગે ને ક્યાંથી થશે લાઇવ પ્રસારણ......
ભારત અને શ્રીલંકની મહિલા ટીમે આવતીકાલે એટલે કે શનિવારે ખિતાબી જંગ માટે ફાઇનલમાં આમને સામને ટકરાશે.
Women's Asia Cup 2022 Final: મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચ આવતીકાલે રમાશે, આ વખતે ફરી એકવાર ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં જગ્યા બનાવી છે, ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં થાઇલેન્ડની મહિલા ટીમને 74 રનથી હરાવીને ફાઇનલમાં જગ્યા પહેલાથી જ બનાવી લીધી હતી. જ્યારે ગઇકાલે બીજી સેમિ ફાઇનલમાં છેલ્લા બૉલ પર એક રનથી શ્રીલંકન મહિલા ટીમે પાકિસ્તાની મહિલા ટીમને માત આપીને બીજી ટીમ માટે જગ્યા પાક્કી કરી લીધી. આ સાથે જ એશિયા કપ 2022 માટે ભારત અને શ્રીલંકાની ટીમો ફાઇનલ માટે નક્કી થઇ ગઇ.
ક્યાં રમાશે મેચ -
ભારત અને શ્રીલંકની મહિલા ટીમે આવતીકાલે એટલે કે શનિવારે ખિતાબી જંગ માટે ફાઇનલમાં આમને સામને ટકરાશે. આ ફાઇનલ મેચ બાંગ્લાદેશના સયાલહેટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે રમાશે.
League Stage topped ✅
Semi-Final won ✅#AsiaCup2022 Final, here we come 👏 👏#TeamIndia pic.twitter.com/o9dSUjCsdQ— BCCI Women (@BCCIWomen) October 13, 2022
ભારત-શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચ ક્યાંથી જોઇ શકાશે ?
ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે એશિયા કપ 2022ની ફાઇનલ મેચ રમાશે. આ મેચનુ સીધુ પ્રસારણ ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ટીવી ચેનલો પર શનિવારે બપોરે 1.00 વાગ્યાથી જોઇ શકાશે.
ભારત-શ્રીલંકા વચ્ચે મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ તમે મોબાઇલ એપ Disney+ Hotstar પરથી ફ્રીમાં જોઇ શકો છો. જોકે, આ માટે તમારે સબ્સક્રીપ્શન પેક લેવુ જરૂરી છે.
ફાઇનલમાં સંભવિત બન્નેની પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ -
સ્મૃતિ મંધાના, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, રાધા યાદવ, રેણુકા ઠાકુર, રાજેશ્વર ગાયકવાડ.
શ્રીલંકાન ટીમ -
ચમારી અટ્ટાપટ્ટુ (કેપ્ટન), હર્ષિતા મડાવી, હસીની પરેરા, નિલાક્ષી ડી સિલ્વા, કવિશા દિલહારી, અનુષ્કા સંજીવની (વિકેટકીપર), માલશા શેહાની, ઓશાદી રણસિંઘે, સુગંધિકા કુમારી, ઇનોકા રણવીરા, અચિની કુલસુરિયા.
અગાઉ કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે મહિલા ટીમને હાર મળી હતી -
IND-W vs AUS-W Final : ભારતી મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા કોઇ મોટી ટૂર્નામેન્ટમાં આ સતત બીજી વાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે, આ પહેલા ભારતીય મહિલા ટીમે કૉમનવેલ્થ ગેમ્સની ફાઇનમાં પ્રવેશ કર્યો હતો, જોકે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામેના રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ટીમની 9 રનથી હાર થઈ હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. ભારતીય મહિલા ટીમ 19.3 ઓવરમાં 152 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મહિલા ટીમે ખૂબ જ શાનદાર ઈનિંગ રમી હતી. હરમનપ્રિત કૌરે 65 રનની શાનદાર ઈનિંગ રમી હતી. કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી જ્યારે ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલીવાર છે જ્યારે મહિલા ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં રમવાની તક મળી હતી.