શોધખોળ કરો
Advertisement
IPL ટાઇટલ સ્પૉન્સરશીપ માટે આ પાંચ કંપનીઓ વચ્ચે લાગી રેસ, જાણો કોણે-કોણે કરી ઓફર
રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યુ છે કે, આ રેસમાં પાંચ કંપનીઓ સૌથી આગળ છે. જેમાં ટાટા ગૃપ, રિલાયન્સ જિઓ, પતંજલિ, એડુ ટેક પ્લેટફોર્મ બાયઝૂ અને એનએકેડમીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) જમા શુક્રવારે જમા કરાવ્યુ છે
મુંબઇઃ આઇપીએલ 2020ની સિઝનને લઇને ટાઇટલ સ્પૉન્સરની રેસ રોચક બની છે, વીવોના હટ્યા બાદ પાંચ કંપનીઓએ ટાઇટલ સ્પૉન્સર બનવા માટે ઉત્સુકતા દર્શાવી છે. ભારતીય ક્રિકેટ બોર્ડને યુએઇ સિઝન માટે 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી રમાનારી આઇપીએલ માટે પાંચ કંપનીઓ તરફથી ઓફર મળી છે.
રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યુ છે કે, આ રેસમાં પાંચ કંપનીઓ સૌથી આગળ છે. જેમાં ટાટા ગૃપ, રિલાયન્સ જિઓ, પતંજલિ, એડુ ટેક પ્લેટફોર્મ બાયઝૂ અને એનએકેડમીએ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (ઇઓઆઇ) જમા શુક્રવારે જમા કરાવ્યુ છે. જોકે એ વાતની પુષ્ટિ નથી થઇ શકી પરંતુ મુખ્ય ફેન્ટસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ 11 પણ આ લિસ્ટમાં સામેલ થઇ શકે છે. ટાટાના એક પ્રવક્તાએ કહ્યું કે ટાટા ગૃપે આઇપીએલ ટાઇટલ સ્પૉન્સરશીપ માટે પોતાની રૂચી દાખવી છે.
ગયા અઠવાડિયા ટાઇટલ સ્પૉન્સરને આમંત્રિત કરવાનો સમય, બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું હતુ કે વીવો 440 કરોડ રૂપિયાની ચૂકવણી કરી રહ્યું હતુ, જેમાં અમે 30 થી 40 ટકાની છૂટ આપી શકીએ છીએ. હવે જોવાનુ એ છે કે, આ કંપનીઓમાંથી ટાઇટલ સ્પૉન્સરશીપની રેસ કોણ જીતી શકે છે.
આઇપીએલ 2020ની સિઝન ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આ માટે બીસીસીઆઇએ તમામ તૈયારીઓ કરી દીધી છે. બીસીસીઆઇની એક ટૉપ ટીમ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં દુબઇ પહોંચી જશે, અને ત્યાં જઇને લીગ સાથે જોડાયેલી તમામ જગ્યાઓની રેકી કરી શકે છે. આઇપીએલની 13મી સિઝન આ વખતે કૉવિડ-19ના કારણે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે.
ગલ્ફ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, આઇપીએલ ચેરમેન વૃજેશ પટેલ, બીસીસીઆઇના વચગાળાના સીઇઓ હેમંગ અમિન અને આઇપીએલના સીઇઓને યુએઇ પહોંચ્યા બાદ પોતા પોતાની હૉટલોના રૂમમાં છ દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. બાદમાં તે કામ પર જઇ શકશે. બીસીસીઆઇને યુએઇમાં આઇપીએલ મહેમાનગતી માટે ભારત સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion