શોધખોળ કરો
Advertisement
વધુ પાંચ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા, ઘરમાં જ કરાયા ક્વૉરન્ટાઇન
કયા કયા ખેલાડીઓને કોરોના પૉઝિટીવ આવ્યો છે, તેની ઓળખ બહાર નથી પડાઇ, કેમકે આ La Liga ડેટા સુરક્ષા કાયદા વિરુદ્ધનુ છે
નવી દિલ્હીઃ કોરોનાનો કહેર હવે ખેલાડીઓ ઉપર વર્તાવવાનો શરૂ થઇ ચૂક્યો છે. હવે La Ligaના પાંચ ખેલાડીઓ ફરીથી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જુદાજુદા ક્લબોએ કોરોનાએ 19 કેસોની માહિતી આપી છે. La Ligaના અધિકારીઓનું કહેવુ છે કે પાંચ કોરોના પૉઝિટીવ કેસોની જાણ થઇ છે. જોકે, કયા કયા ખેલાડીઓને કોરોના પૉઝિટીવ આવ્યો છે, તેની ઓળખ બહાર નથી પડાઇ, કેમકે આ La Liga ડેટા સુરક્ષા કાયદા વિરુદ્ધનુ છે.
ખેલાડીઓના ટેસ્ટ સ્પેનિશ સ્વાસ્થ્ય મંત્રાલય અને અન્ય સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યા છે, આ પહેલા સ્પેનિશ સ્વાસ્થ્ય વિભાગે તે તમામ પરીક્ષણોને અનિવાર્ય કરી દીધા હતા, જે કામ પર કામ પર પરત ફરવા ઇચ્છુક છે, જેથી સંક્રમિત વ્યક્તિઓને ઓળખી શકાય, અને બધાની સુરક્ષાની ગેરંટી પણ રહે.
La Liga પ્રૉટોકૉલ અનુસાર, જે ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે, તેઓ ઘરે જ ક્વૉરન્ટાઇનમાં રહેશે. સાથે બે સતત નેગેટિવ રિઝલ્ટ આવ્યા બાદ તે ટ્રેનિંગ માટે પરત ફરી શકે છે. જે લોકો પ્રભાવિતોની સાથે રહી રહ્યાં છે, તેમને સ્પેનિશ ફૂટબૉલ લીગ અધિકારીઓ તરફથી ટેસ્ટ માટે કહેવામાં આવ્યુ છે. La Liga સ્વાસ્થ્ય મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ તરફથી સ્વાસ્થ્યના ઉપાયોનુ પુરેપુરુ અનુપાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement