IPLમાં પ્રથમ વખત એક જ સમયે 2 બે મેચ એક સાથે રમાશે, 25 ઓક્ટોબરે 2 નવી ટીમોની જાહેરાત થશે
આઇપીએલ (IPL) 2021ની ફાઇનલ 15 ઓક્ટોબરે યોજાવાની છે.
દુબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની સંચાલન સમિતિએ મંગળવારે નિર્ણય કર્યો કે લીગ રાઉન્ડ (IPL 2021) ની છેલ્લી બે મેચ એક જ સમયે સાંજે 7.30 (ભારતીય સમય) થી શરૂ થશે. સામાન્ય રીતે ડબલ હેડરની એક મેચ બપોરે અને બીજી સાંજે રમાય છે. અત્યાર સુધીના નિયમો અનુસાર બપોરની મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થાય છે, જ્યારે બીજી મેચ સાંજે 7.30 થી રમાય છે. બંને ટીમોને ગેરવાજબી ફાયદો ન થાય તે માટે બન્ને મેચ સાંજે એક જ સમયે રમાડવામાં આવશે.
બીસીસીઆઈ (BCCI)ના સચિવ જય શાહે એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે, આઈપીએલ (IPL)ના ઈતિહાસમાં પ્રથમ વખત, આઈપીએલ (IPL) 2021ના પ્લેઓફ પહેલાની છેલ્લી બે લીગ મેચ એક જ સમયે રમાશે. સમયપત્રક અનુસાર, છેલ્લા બે મેચમાંથી એકમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો મુંબઇ ઇન્ડિયન્સ સાથે અને બીજીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો દિલ્હી કેપિટલ્સ સામે થશે. તેમણે કહ્યું કે, "વર્તમાન સિઝનના લીગ તબક્કાના છેલ્લા દિવસે 8 ઓક્ટોબરે એક બપોરે મેચ અને એક સાંજે મેચ યોજવાને બદલે, બન્ને મેચ સાંજે 7.30 વાગ્યાથી એક સાથે રમાશે."
બે નવી ટીમોની જાહેરાત 25 ઓક્ટોબરે થશે
આઈપીએલ (IPL)માં જોડાયેલી બે નવી ટીમોની જાહેરાત 25 ઓક્ટોબરે કરવામાં આવશે, ત્યારબાદ 2023 થી 2027 સીઝન માટે મીડિયા અધિકારોનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. કહેવાય છે કે, હાલના અધિકાર ધરાવતી સ્ટાર અને થોડા સમય પહેલા જ મર્જ થયેલ સોની અને ઝી રાઈટ્સ માટે પણ મોટી રકમની બોલી લગાવી શેક છે.
આઇપીએલ (IPL) 2021ની ફાઇનલ 15 ઓક્ટોબરે યોજાવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સની ટીમ અત્યાર સુધી અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નથી. 19 સપ્ટેમ્બરથી યુએઈમાં બીજા રાઉન્ડની મેચ રમાઈ રહી છે.