Hardik Pandya: હાર્દિક પંડ્યાને લઈને ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ આપ્યું મોટું નિવેદન
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ કહ્યું કે હાર્દિક પંડ્યા કોઈપણ ટીમ માટે મહાન ખેલાડી સાબિત થઈ શકે છે. હાલમાં, હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટી-20 મેચોની સિરીઝ રમી રહ્યો છે.
Glenn McGrath On Hardik Pandya: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ કહ્યું કે હાર્દિક પંડ્યા કોઈપણ ટીમ માટે મહાન ખેલાડી સાબિત થઈ શકે છે. હાલમાં, હાર્દિક પંડ્યા વેસ્ટ ઈન્ડિઝ સામે 5 ટી-20 મેચોની સિરીઝ રમી રહ્યો છે. આ પહેલા તેણે સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. આ સિવાય ઇંગ્લેન્ડ પ્રવાસ પર હાર્દિક પંડ્યાએ અડધી સદીની ઇનિંગ રમી હતી. તેણે 4 વિકેટ પણ લીધી હતી. વાસ્તવમાં, ગ્લેન મેકગ્રાનું માનવું છે કે જો હાર્દિક પંડ્યા આત્મવિશ્વાસથી ભરેલો હોય, તો બેટ અને બોલ બંનેથી તે વિરોધી ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
હાર્દિક આત્મવિશ્વાસુ ખેલાડી
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાએ કહ્યું કે ક્રિકેટ ખૂબ જ આત્મવિશ્વાસની રમત છે, હાર્દિક ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવતો ખેલાડી છે. જો તે સારી બોલિંગ કરે છે તો તેની બેટિંગ પર સકારાત્મક અસર પડે છે. તેણે કહ્યું કે, એક ચતુર બોલર હોવા ઉપરાંત, હાર્દિક પંડ્યા એક શક્તિશાળી હિટર પણ છે. સાથે જ આ ખેલાડીનો ગેમ પ્લાન પણ શાનદાર છે. વાસ્તવમાં, હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમનો ભાગ ન હતો, પરંતુ તે IPL 2022માં શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમમાં પાછો ફર્યો હતો.
ટેસ્ટ ક્રિકેટને સાચવવાની જરૂર છે
તો બીજી તરફ, ગ્લેન મેકગ્રાએ ODI ક્રિકેટના ભવિષ્ય પર પોતાનો અભિપ્રાય આપ્યો. સાથે જ તેણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટને સાચવવાની જરૂર છે. તેણે વધુમાં કહ્યું કે મને ટેસ્ટ ક્રિકેટ સિવાય વનડે ક્રિકેટ પણ ગમે છે. મારા માટે ટેસ્ટ ક્રિકેટ હજુ પણ શ્રેષ્ઠ છે. જોકે, વન-ડે ક્રિકેટમાં બદલાતા સમય સાથે બદલાતા રહેવું પડશે અને તેને રોમાંચક બનાવવું પડશે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલરનું માનવું છે કે ODI ક્રિકેટની સામે કેટલાક પડકારો છે, પરંતુ તેને પાર કરી શકાય છે.
એશિયા કપનું શિડ્યૂલ થયું જાહેર
Asia Cup 2022 Schdeule: એશિયા કપનું શિડ્યૂલ જાહેર થયું છે. વર્લ્ડકપ પહેલા ભારત-પાકિસ્તાનની ફરી ટક્કર થશે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને લખ્યું, એશિયાની શ્રેષ્ઠ ટીમ માટેની લડાઈ 27 ઓગસ્ટના રોજ શરૂ થશે અને 11મી સપ્ટેમ્બરે પૂરી થશે. ટી20 વર્લ્ડકપ પહેલા એશિયા કપની 15મી આવૃત્તિ આદર્શ તૈયારી તરીકે કામ કરશે.
કઈ ટીમની ક્યારે થશે ટક્કર
- 27 ઓગસ્ટઃ શ્રીલંકા વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી
- 28 ઓગસ્ટઃ ભારત વિ પાકિસ્તાન ગ્રુપ એ
- 30 ઓગસ્ટઃ બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન ગ્રુપ બી
- 31 ઓગસ્ટઃ ભારત વિ ક્વોલિફાયર ગ્રુપ એ
- 1 સપ્ટેમ્બરઃ શ્રીલંકા વિ બાંગ્લાદેશ ગ્રુપ બી
- 2 સપ્ટેમ્બરઃ પાકિસ્તાન વિ ક્વોલિફાયર ગ્રુપ એ
- 3 સપ્ટેમ્બરઃ બી1 વિ બી 2, સુપર ફોર
- 4 સપ્ટેમ્બરઃ એ1 વિ એ 2, સુપર ફોર
- 6 સપ્ટેમ્બરઃ એ1 વિ બી1, સુપર ફોર
- 7 સપ્ટેમ્બરઃ એ2 વિ બી2, સુપર ફોર
- 8 સપ્ટેમ્બરઃ એ1 વિ બી2, સુપર ફોર
- 9 સપ્ટેમ્બરઃ બી1 વિ એ2, સુપર ફોર
- 11 સપ્ટેમ્બરઃ ફાઈનલ સુપર ફોરમાં પ્રથમ અને બીજા નંબરે રહેલી ટીમો