શોધખોળ કરો

ભારતીય ક્રિકેટરના પિતાને સાત વર્ષની સજા, જાણો 11 વર્ષ બાદ ક્યા કેસમાં આપી કોર્ટે સજા

ભારતીય ક્રિકેટરના પિતાને માત્ર 7 વર્ષની જેલની સજા જ નહીં પરંતુ તેમના પર 7 લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો

Naman Ojha Father Jailed:  ભારતીય ક્રિકેટર નમન ઓઝાના પિતા વિનય ઓઝાને આશરે 1.25 કરોડ રૂપિયાની ઉચાપત કરવા બદલ 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં કુલ ચાર લોકોને સજા સંભળાવવામાં આવી છે. ભારતીય ક્રિકેટરના પિતાને માત્ર 7 વર્ષની જેલની સજા જ નહીં પરંતુ તેમના પર 7 લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. વાસ્તવમાં વર્ષ 2013માં મધ્યપ્રદેશના જૌલખેડા સ્થિત બેન્ક ઓફ મહારાષ્ટ્ર શાખામાં નાણાંની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો.

વર્ષ 2013માં કુલ 6 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. હવે આખરે 11 વર્ષ પછી કોર્ટે ઉચાપત કેસના માસ્ટર માઇન્ડ ગણાતા અભિષેક રતનામને દોષિત ઠેરવ્યા બાદ 10 વર્ષની જેલ ઉપરાંત 80 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિનય ઓઝા તે સમયે બેન્ક ઓફ મહારાષ્ટ્રની જૌલખેડા શાખામાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા હતા. દોષિત ઠર્યા બાદ તેને 7 વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાના દંડનો સામનો કરવો પડ્યો હતો. વચેટિયાની ભૂમિકા ભજવનાર ધનરાજ પવાર અને લખન હિંગવેને 7 વર્ષની જેલની સાથે સાથે 7 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.

આ ઘટનાના માસ્ટરમાઇન્ડ અભિષેક રતનામે બેન્ક કર્મચારીઓના પાસવર્ડનો ઉપયોગ કરીને છેતરપિંડી આચરી હતી. જ્યારે કેસની તપાસ શરૂ થઈ ત્યારે જાણવા મળ્યું કે નમન ઓઝાના પિતા વિનય ઓઝા બેન્ક ઓફ મહારાષ્ટ્રની એક જ શાખામાં કામ કરતા હતા અને આ છેતરપિંડીના કેસ સાથે તેમનો સીધો સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ પ્રક્રિયામાં લાંબો સમય લાગ્યો અને આ દરમિયાન બ્રાન્ચમાં કેશિયરનો હોદ્દો સંભાળી રહેલા દીનાનાથ રાઠોડનું અવસાન થયું હતું. તેમના સિવાય ટ્રેઈની બ્રાન્ચ મેનેજર નિલેશ ચટરોલેના આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ કેસમાં નિલેશ દોષિત નથી.

વકીલ વિશાલ કોડાલેએ ખુલાસો કર્યો હતો કે અભિષેક રતનામ અને વિનય ઓઝાએ તેમના એજન્ટો મારફત નકલી ખાતા ખોલ્યા હતા અને આ માધ્યમથી 1.25 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. કોર્ટે કુલ 6માંથી 4 લોકોને દોષિત ઠેરવ્યા છે અને તેમને સજા સંભળાવી છે.                                     

IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત,  મૃતકોની સંખ્યા વધવાની આશંકા
Pakistan Airstrike: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઇ હુમલો, 15 લોકોના મોત, મૃતકોની સંખ્યા વધવાની આશંકા
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

Embed widget