શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેનારો આ જાણીતો ફાસ્ટ બૉલર મેચ ફિક્સિગમાં ઠર્યો દોષિત, જાણો કોની સામેની મેચમાં કરેલું ફિક્સિંગ?
નુવાન જોયસાએ યુએઇમાં એક ટી20 લીગ દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યો હોવાના કારણે મે 2019 અસ્થાઇ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો
નવી દિલ્હીઃ શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અને બૉલિંગ કૉચ નુવાન જોયસા મેચ ફિક્સિંગનો દોષી ઠર્યો છે. આઇસીસીની ભ્રષ્ટાચાર રોધી ગુના અંતર્ગત ત્રણ અપરાધોનો દોષી ઠર્યો છે. નુવાન જોયસા મેચ ફિક્સિંગના આરોપમાં પહેલી જ સસ્પેન્ડ થઇ ચૂક્યો છે. આઇસીસીએ ગુરુવારે આ માહિતી આપી છે.
નુવાન જોયસા પર નવેમ્બર 2018માં આઇસીસી ભ્રષ્ટચાર રોધી સંહિતા અંતર્ગત આરોપો નક્કી કરવામાં આવ્યા હતા, તે તમામ આરોપોમાં દોષી ઠર્યો છે. નુવાન જોયસાએ સ્વતંત્ર ભ્રષ્ટાચાર રોધી સમિતી સામે સુનાવણીમાં પોતાના અધિકારીનો ઉપયોગ કર્યો હતો. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું કે આ શ્રીલંકામાં સસ્પેન્ડ રહેશે, અને તેની સજાની જાહેરાત પછીથી કરવામાં આવશે.
નુવાન જોયસાએ યુએઇમાં એક ટી20 લીગ દરમિયાન ભ્રષ્ટાચાર આચર્યો હોવાના કારણે મે 2019 અસ્થાઇ રીતે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. શ્રીલંકા તરફથી 30 ટેસ્ટ અને 95 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમનારો નુવાન જોયસાને સપ્ટેમ્બર 2015માં શ્રીલંકાનો બૉલિંગ કૉચ બનાવવામાં આવ્યો હતો. તે શ્રીલંકા ક્રિકેટના હાઇ પરફોર્મન્સ કેન્દ્રમાં કામ કરતો હતો જેનાથી તેને હાજર આંતરરાષ્ટ્રીય ખેલાડીઓના સંપર્કમાં આવવાનો મોકો મળ્યો હતો.
એક એશિયન બૉલર તરીકે એશિયાની બહાર પહેલી હેટ્રિકનો રેકોર્ડ શ્રીલંકાના નુવાન જોયસાના નામે છે, નુવાન જોયસાએ વર્ષ 1999માં હરારેમાં હેટ્રિક ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion