શોધખોળ કરો
Advertisement
બાઉન્સરથી ઈંગ્લેન્ડના મહાન બેટ્સમેનનો હાથ તોડી નાંખનારા વીન્ડીઝના ફાસ્ટ બોલરનું એક્સિડન્ટમાં મોત, જાણો વિગત
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ડાયરેક્ટર જિમી એડમ્સે એક નિવેદનમાં જણાવ્યું, મોસલેના નિધનના સમાચારથી આઘાત લાગ્યો છે. સમગ્ર વિન્ડિઝ ક્રિકેટ પરિવારને દુઃખ છે.
બાર્બાડોઝઃ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ફાસ્ટ બોલર એજા મોસલેનું 63 વર્ષની વયે રોડ અકસ્માતમાં મોત થયું હતું. બાર્બાડોઝના અખબાર ધ નેશનના રિપોર્ટ પ્રમાણે, મોસલેને શનિવારે બ્રિજટાઉન પાસે ક્રાઇસ્ટ ચર્ચમાં સાઇકલ સવારી કરતા હતા ત્યારે કારે ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું.
તેમની ગણના ઘાતક બોલરોમાં થતી હતી. તેમણે તેની બોલિંગમાં ઈંગ્લેન્ડના મહાન બેટ્સમેન ગ્રેહામ ગૂચનો હાથ તોડી નાંખ્યો હતો. મોસલે 1990માં ઈગ્લેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમી હતી અને 1990-91 દરમિયાન 9 વન ડે પણ રમ્યા હતા. તેમણે એન્ડી રોબટર્સ, માઇકલ હોલ્ડિંગ, જોલ ગાર્નર જેવા વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બોલરો સાથે કામ કર્યુ હતું.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ડાયરેક્ટર જિમી એડમ્સે એક નિવેદનમાં જણાવ્યું, એજ્રા મોસલેના નિધનના સમાચારથી આઘાત લાગ્યો છે. સમગ્ર વિન્ડિઝ ક્રિકેટ પરિવારને દુઃખ છે. તેઓ અમારા અગ્રણી ફાસ્ટ બોલર પૈકીના હતા.
મોસેલી ઈંગ્લીશ ક્રિકેટ ક્રિકેટમાં ગ્લેમરગન સાથે અને દક્ષિણ આફ્રિકા તરફથી પણ રમ્યા હતા. કુલ મળીને તેઓ 76 મેચ રમ્યા હતા અને 23.31ની સરેરાશથી 279 વિકેટ લીધી હતી. લિસ્ટ એની 79 મેચમાં તેમણે 102 વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2016માં ભારતમાં મહિલા ટી-20 વર્લ્ડકપ જીત્યો ત્યારે તેઓ સહાયક કોચ હતા. મોસલેના નિધનના સમાચાર વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરો બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પાંચમા દિવસની રમતની શરૂઆત પહેલા મૌન પાળ્યું હતું અને હાથ પર કાળી પટ્ટી બાંધી રમવા ઉતર્યા હતા.
Ahmedabad: ભાજપે ટિકિટ ના આપતાં મહિલાએ ભાજપના ક્યા ટોચના નેતાને કહ્યુઃ સાહેબ હું પથારી ગરમ કરવાવાળી વ્યક્તિ નથી એટલું સમજી લેજો...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion