શોધખોળ કરો
2011ની વર્લ્ડકપ ફાઇનલમાં ધોનીએ કાવતરુ રચ્યુ હતુઃ સાથી ક્રિકેટરે જ ધોની પર લગાવ્યો આરોપ
1983 બાદ 2011માં ભારતીય ટીમે બીજીવાર આઇસીસી વર્લ્ડકપ ટ્રૉફી જીતી

નવી દિલ્હીઃ કપિલ દેવ બાદ ભારતને ધોની એકમાત્ર એવો કેપ્ટન છે જેને ભારતને વર્લ્ડકપ અપાવ્યો છે. 1983 બાદ 2011માં ભારતીય ટીમે બીજીવાર આઇસીસી વર્લ્ડકપ ટ્રૉફી જીતી. ભારત માટે ગર્વની વાત છે, પણ આ બધાની વચ્ચે 2011ની ફાઇનલમાં દમદાર બેટિંગ કરીને ભારતને વર્લ્ડકપ અપાવનારા ગૌતમ ગંભીરે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પર એક મોટો સનસની આરોપ લગાવ્યો છે. ફાઇનલમાં ધોનીએ મોટુ કાવતરુ રચ્યુ હોવાની વાત કરી છે. ભારતીય ટીમ વર્ષ 2011માં શ્રીલંકા સામે વર્લ્ડકપ ફાઇનલ રમી અને જીત હતી. જોકે આ જીતના આઠ વર્ષ બાદ ગંભીરે મોટો ખુલાસો કરતા કહ્યું કે, ધોનીના કારણે તે ફાઇનલમાં સદી ચૂક્યો હતો. ગંભીર 97 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.
ગંભીરે કહ્યું કે મને બધા પુછતા હતા કે 97 રન બનાવ્યા તો સદી કેમ ચૂક્યો? ગંભીરે કહ્યું મારો ટાર્ગેટ સદી ન હતો પણ જીત હતી, પણ જ્યારે ત્રણ રન બાકી હતા ત્યારે ધોનીએ આવીને મને કહ્યું માત્ર રન બચ્યા છે તુ પુરા કરી લે એટલે તારે સદી પુરી થઇ જશે. આ વાત હું સદીની લાલચમાં રમતી વખતે આઉટ થઇ ગયો હતો.
ગંભીરે કહ્યું કે જ્યાં સુધી હુ મારી રમત રમતો હતો ત્યાં સુધી હું સ્વસ્થ હતો, પણ જેવી ધોનીની વાત માની કે હું આઉટ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ધોનીએ યુવરાજ સાથે મળીને 54 રનની પાર્ટનરશીપ કરી અને મેચ જીતાડી દીધી હતી.

વધુ વાંચો