GT vs PBKS: પંજાબ સામે રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સની 6 વિકેટે જીત, ગિલના 67 રન
GT vs PBKS, IPL 2023 Live: આજે, શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમો મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં સામસામે હશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
LIVE
Background
GT vs PBKS, IPL 2023 Live: આજે, શિખર ધવનની આગેવાની હેઠળની પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમો મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં સામસામે હશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જો કે, પંજાબ કિંગ્સ સિઝનમાં તેમની ત્રીજી જીત નોંધાવવા પર નજર રાખશે. જ્યારે હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી ગુજરાત ટાઇટન્સ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે છેલ્લા બોલે મળેલી હારને ભૂલીને જીત નોંધાવવા મેદાનમાં ઉતરશે.
ગુજરાતની 6 વિકેટે જીત
મોહાલીમાં રમાયેલી IPL 2023 ની 18મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું. આ સિઝનમાં ગુજરાતની આ ત્રીજી જીત છે. પંજાબ કિંગ્સની બીજી હાર છે. પ્રથમ રમત બાદ પંજાબે ગુજરાત સામે 154 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ડિફેન્ડિંગ ચેમ્પિયને માત્ર ચાર વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ગુજરાત માટે ઓપનર શુભમન ગિલે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. જોકે છેલ્લી ઓવરમાં શુભમન ગિલ આઉટ થતાં બધાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ જ્યારે બે બોલમાં ચાર રનની જરૂર હતી ત્યારે રાહુલ તેવટિયાએ ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.
હાર્દિક પંડ્યા 8 રન બનાવી આઉટ
ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. કેપ્ટન હાર્દિક પંડ્યા 8 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ગુજરાતે 15 ઓવરમાં 111 રન બનાવી લીધા છે. હવે જીતવા માટે 30 બોલમાં 43 રનની જરુર છે.
શુભમન ગિલ અને સાઈ સુદર્શનની શાનદાર બેટિંગ
શુભમન ગિલ અને સાઈ સુદર્શન ગુજરાત ટાઇટન્સ માટે ક્રિઝ પર છે. 10 ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર 1 વિકેટે 81 રન છે. હવે હાર્દિક પંડ્યાની ટીમને જીતવા માટે 60 બોલમાં 74 રનની જરૂર છે.
સાહા 30 રન બનાવી આઉટ
સાહા 30 રન બનાવી આઉટ થયો છે. હાલમાં ગુજરાતે 7.3 ઓવરમાં 63 રન બનાવ્યા છે.
ગુજરાતની શાનદાર શરુઆત
ગુજરાતે શાનદાર શરુઆત કરી છે. 4 ઓવરના અંતે વિના વિકેટે 44 રન બનાવી લીધા છે.