શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ ખેલાડીએ રમી 100મી રણજી મેચ, બનાવ્યો ખાસ રેકોર્ડ, જાણો વિગતે
સોમવારે 27 જાન્યુઆરીએ જ્યારે સુરત લાલભાઇ કૉન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તે વિદર્ભ વિરુદ્ધ પોતાની ટીમની સાથે મેદાનમાં ઉતર્યો, ત્યારે પાર્થિવ પટેલ 100 રણજી મેચ રમનારો ગુજરાતનો પહેલો ખેલાડી બની ગયો હતો
અમદાવાદઃ ગુજરાતના વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલે વધુ એક મોટી સિદ્ધી પોતાના નામે કરી લીધી છે. પાર્થિવ પટેલે ગુજરાત તરફથી 100મી રણજી મેચ રમી છે, અને આમ કરનારો ગુજરાતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ રેકોર્ડથી ગુજરાત ક્રિકેટ સંઘે પાર્થિવને અભિનંદન પાઠવ્યા છે.
પાર્થિવ પટેલે 2004માં પોતાની પહેલી રણજી મેચ રમી હતી, 2006થી સતત ગુજરાત રણજી ટીમનો કેપ્ટન છે. સોમવારે 27 જાન્યુઆરીએ જ્યારે સુરત લાલભાઇ કૉન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં તે વિદર્ભ વિરુદ્ધ પોતાની ટીમની સાથે મેદાનમાં ઉતર્યો, ત્યારે પાર્થિવ પટેલ 100 રણજી મેચ રમનારો ગુજરાતનો પહેલો ખેલાડી બની ગયો હતો.
ગુજરાતમાં ક્રિકેટને નવી ઉંચાઇઓ પર પહોંચડાવા માટે પાર્થિવ પટેલનુ મોટુ નામે છે. માર્ચ 1985માં જન્મેલા પાર્થિવ પટેલને વર્ષ 2002માં જ્યારે ટીમ ઇન્ડિયામાં પહેલીવાર જગ્યા મળી તો તે દુનિયાનૌ સૌથી નાની ઉંમરનો વિકેટકીપર બની ગયો હતો. સાથે ભારતીય ટીમમાં જગ્યા મેળવનારો ગુજરાતનો પ્રથમ ખેલાડી પણ બન્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion