શોધખોળ કરો

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારત સામેની 3 મેચની T20 સિરીઝની તારીખો કન્ફર્મ કરી છે; સપ્ટેમ્બરમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે આ રોમાંચક મુકાબલા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારત-અફઘાનિસ્તાન T20 સિરીઝનું શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર થયું.
  • ત્રણ મેચો સપ્ટેમ્બર ૧૩, ૧૫, ૧૭ દિલ્હીમાં રમાશે.
  • અફઘાન બોર્ડ, BCCI એ શેડ્યૂલની સત્તાવાર પુષ્ટિ કરી.
  • મીડિયા રાઇટ્સ ધારકોને તૈયારી માટે અગાઉથી જાણ કરાઈ.

india vs afghanistan t20 2026: ક્રિકેટના ચાહકો માટે એકદમ જબરદસ્ત સમાચાર છે! ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વધુ એક રોમાંચક T20 સિરીઝ રમાવા જઈ રહી છે અને તેનું શેડ્યૂલ પણ ફાઈનલ થઈ ગયું છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા સત્તાવાર રીતે આ 3 મેચની સિરીઝની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ તમામ મેચો દિલ્હીમાં રમાવાની છે. અગાઉ જૂન મહિનામાં બંને ટીમો વચ્ચે એક ટેસ્ટ અને 3 વનડે મેચોની સિરીઝ રમાઈ ચૂકી છે, અને હવે ફેન્સ આ T20 સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ક્યારે અને ક્યાં રમાશે મેચ?

જાણીતી સ્પોર્ટ્સ વેબસાઈટ 'ક્રિકબઝ'ના એક રિપોર્ટ અનુસાર, અફઘાન બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ T20 સિરીઝ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં યોજાશે. 10 ઓગસ્ટ (સોમવાર) ના રોજ અફઘાનિસ્તાન બોર્ડે પોતાના સ્ટેકહોલ્ડર્સ (હિતધારકો) ને એક પત્ર લખીને જાણ કરી હતી કે, આ સિરીઝની 3 મેચો અનુક્રમે 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત એ છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પણ આ તારીખો અને સ્થળ માટે પોતાની સંમતિ આપી દીધી છે.

ACB ના CEO એ શું કહ્યું?

આ રિપોર્ટમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના CEO નસીબ ખાનના પત્રનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે બોર્ડના કોમર્શિયલ પાર્ટનર્સને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, "અફઘાનિસ્તાન બોર્ડ કન્ફર્મ કરે છે કે ભારતનો પ્રવાસ (2026) આગામી 13 થી 17 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે. અમે એ પણ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ સિરીઝની તારીખો અને મેચના સ્થળ (વેન્યુ) ને BCCI સાથે મળીને મંજૂર કરી અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે."

આ પણ વાંચોઃ દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

પબ્લિક એનાઉન્સમેન્ટ પહેલા જ કેમ અપાઈ જાણકારી?

આ સત્તાવાર જાહેરાત અંગે બોર્ડે પોતાના પત્રમાં વધુમાં સ્પષ્ટતા કરતા લખ્યું છે કે, "જોકે બંને દેશોના સંબંધિત સત્તાવાર અધિકારીઓ દ્વારા હજુ સુધી આ ટૂરને લઈને પબ્લિકમાં કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ (જાહેર જાહેરાત) કરવામાં નથી આવી, પરંતુ બોર્ડ આ પત્ર દ્વારા અફઘાનિસ્તાનના 2026 ના ભારત પ્રવાસની તારીખો અને સ્થળની સત્તાવાર પુષ્ટિ કરે છે. આથી, તમામ મીડિયા રાઈટ્સ ધરાવતી કંપનીઓ આ શેડ્યૂલના આધારે અત્યારથી જ પોતાનું પ્લાનિંગ, પ્રોડક્શન વ્યવસ્થા, પ્રમોશનલ એક્ટિવિટીઝ, સંસાધનોની ફાળવણી અને અન્ય સંબંધિત તૈયારીઓ શરૂ કરી શકે છે."

Frequently Asked Questions

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે કઈ ક્રિકેટ સિરીઝ રમાવાની છે?

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની રોમાંચક T20 સિરીઝ રમાવાની છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) દ્વારા તેનું શેડ્યૂલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

2026 માં ભારત અને અફઘાનિસ્તાન T20 સિરીઝ ક્યારે અને ક્યાં રમાશે?

આ T20 સિરીઝ આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં રમાશે. મેચો 13, 15 અને 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.

આ સિરીઝની તારીખો અને સ્થળની જાહેરાત કોણે કરી?

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) એ 10 ઓગસ્ટના રોજ પોતાના સ્ટેકહોલ્ડર્સને પત્ર લખીને આ જાહેરાત કરી. BCCI એ પણ આ તારીખો અને સ્થળ માટે સંમતિ આપી દીધી છે.

પબ્લિક એનાઉન્સમેન્ટ પહેલા આ સિરીઝની જાણકારી શા માટે આપવામાં આવી?

મીડિયા રાઈટ્સ ધરાવતી કંપનીઓ પોતાનું પ્લાનિંગ, પ્રોડક્શન વ્યવસ્થા, પ્રમોશનલ એક્ટિવિટીઝ અને સંસાધનોની ફાળવણી શરૂ કરી શકે તે માટે જાણકારી અપાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget