Krunal Pandya Baby Boy First Pic: ગુજરાતી ક્રિકટર કૃણાલ પંડ્યા-પંખુડીના ઘરે આવ્યો નાનો મહેમાન, જાણો શું રાખવામા આવ્યુ નામ
કૃણાલ પંડ્યાએ પોતાની અને પત્ની પંખુડી શર્માની સાથે દીકરાની બે તસવીરો શેર કરી છે, એક તસવીરમાં આ કપલ પોતાના દીકરાને ચૂમતો દેખાઇ રહ્યો છે,
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને પંખુડી શર્માના ઘરે નાના મહેમાનનુ આગમન થઇ ગયુ છે. કૃણાલ પંડ્યા પહેલીવાર પિતા બન્યો છે. તેના નામનો ખુલાસો ખુદ ક્રિકેટર કૃણાલ પંડ્યાએ સોશ્યલ મીડિયાએ સોશ્યલ મીડિયા દ્વારા કર્યો છે. હાલમાં કૃણાલ પંડ્યા ઘરેલુ ટીમ ઇન્ડિયાથી બહાર છે, અને ફેમિલી સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે.
કૃણાલ પંડ્યાએ પોતાની અને પત્ની પંખુડી શર્માની સાથે દીકરાની બે તસવીરો શેર કરી છે, એક તસવીરમાં આ કપલ પોતાના દીકરાને ચૂમતો દેખાઇ રહ્યો છે, જ્યારે બીજી તસવીરમાં કૃણાલ પંડ્યા અને પંખુડી તેને નીહાળી રહ્યાં ચે. આમાં તેને દીકરાના નામનો ખુલાસો કરતા લખ્યું છે -કવીર કૃણાલ પંડ્યા. કૃણાલે ગ્લૉબની ઇમૉજી લગાવી છે, જેનાથી કહી શકાય છે કે આને પોતાનો સંસાર માને છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં કૃણાલ પંડ્યા ટીમ ઇન્ડિયાથી બહાર છે, કૃણાલ પંડ્યાએ મૉડલ પંખુડી શર્મા સાથે 27 ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા, લગ્નના બંધનમાં બંધાયાના લગભગ પાંચ વર્ષ બાદ બન્ને માતા-પિતા બન્યા છે.
Kavir Krunal Pandya 🌎💙👶🏻 pic.twitter.com/uitt6bw1Uo
— Krunal Pandya (@krunalpandya24) July 24, 2022
કૃણાલ પંડ્યાની વાત કરીએ તે આ ગુજરાતી ક્રિકેટર એક ટીમ ઇન્ડિયાનો એક ખતરનાક ઓલરાઉન્ડર છે, તેને 2018માં ટી20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યુ હતુ, આ પછીથી તે 19 ટી20 અને 5 વનડે મેચ રમી ચૂક્યો છે.
આ પણ વાંચો......
Jio vs Airtel vs Vi: 84 દિવસ ચાલનારુ સૌથી સસ્તુ Recharge, એક મહિનાનો ખર્ચ માત્ર 141 રૂપિયા, જાણો
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં થયો સામાન્ય ઘટાડો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ
World Athletics Championships: નીરજ ચોપરાએ ફરી રચ્યો ઇતિહાસ, સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો
ગુજરાતમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ જાહેર