છેલ્લા 24 કલાકમાં રાજ્યના 216 તાલુકામાં વરસાદ વરસ્યો, આ શહેરમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો
ઉપરાંત પાટણના રાધનપુરમાં સાડા છ ઇંચ, વલસાડના ધરમપુરમાં સાડા પાંચ ઇંચ, કચ્છના રાપરમાં સવા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.
ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ જિલ્લાના 216 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વાપીમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય વલસાડના કપરાડામાં પોણા સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ઉપરાંત પાટણના રાધનપુરમાં સાડા છ ઇંચ, વલસાડના ધરમપુરમાં સાડા પાંચ ઇંચ, કચ્છના રાપરમાં સવા ચાર ઇંચ, બનાસકાંઠાના ભાભરમાં સવા ચાર ઇંચ, મહેસાણાના કડીમાં સવા ચાર ઇંચ, બનાસકાંઠાના સૂઇગામમાં ચાર ઇંચ, અમદાવાદ શહેરમાં ચાર ઇંચ, ખેડાના કપડવંજમાં ચાર ઇંચ, નવસારીના ખેરગામમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.
તે સિવાય કચ્છના ભચાઉ, વલસાડના પારડીમાં, પાટણના સરસ્વતીમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય પાટણના સિદ્ધપુર, ગાંધીનગરના દેહગામમાં, મહેસાણા તાલુકામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગરના લખતરમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામ, મહેસાણાના જોટાણામાં, સાબરકાંઠાના ઇડરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
ઉપરાંત બનાસકાંઠાના દિયોદરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય સુરતના ઉમરપાડામાં, અરવલ્લીના ભિલોડામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. મહેસાણાના વડનગરમાં, ખેડાના નડિયાદમાં, સાંતલુપર, સમી, પેટલાદ, ભરૂચ, દેત્રોજ, બેચરાજી, તારાપુર, ચિખલીમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય ડોલવણ, માતર, વડોદરા, પ્રાંતિજ, સાગબારા, સુબિર, થરાદ અને વાવમાં પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.
રાજ્યમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદ વરસશે. ત્યારબાદ મંગળવારથી વરસાદનું જોર ઘટશે. ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જામનગર, રાજકોટ, દ્વારકા અને મોરબી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
વરસાદને લઇને કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય મોરબી, સુરેંદ્રનગર, પાટણ, મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,અરવલ્લી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.