શોધખોળ કરો
Advertisement
બીજી વનડેમાં હાર્દિક પંડ્યાએ ટીમ ઇન્ડિયા માટે દાંવ પર લગાવી પોતાની કેરિયર, જાણો પંડ્યાએ એવુ તે શું કર્યુ.....
લગભગ એક વર્ષના અંતરાલ બાદ હાર્દિક પંડ્યાએ પોતાના હાથમાં બૉલ લઇને બૉલિંગ કરવા આવ્યો, ઉલ્લેખનીય છે કે હાર્દિકે છેલ્લા એક વર્ષથી બૉલિંગ નથી કરી, આઇપીએલમાં પણ બૉલિંગ કરતો ન હતો દેખાયો, કારણ છે કે તેની ઇજા
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલ ત્રણ વનડે મેચોની સીરીઝીની બીજી વનડે સિડની ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. આ મેચમાં કાંગારુ ટીમ ભારત પર ચારેય બાજુથી હાવી થઇ છે, અને કોઇપણ બૉલર ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોનો રોકવામાં સફળ નથી થઇ રહ્યો, ત્યારે આવા સમયે હાર્દિક પંડ્યાએ પોતાની કેરિયર દાંવ પર લગાવી દીધી છે. એટલે કે ટીમ ઇન્ડિયા માટે બૉલિંગ કરીને હાર્દિક પંડ્યાએ મોટુ રિસ્ક લઇ લીધુ છે.
હાર્દિકે કેરિયર દાંવ પર લગાવી.....
લગભગ એક વર્ષના અંતરાલ બાદ હાર્દિક પંડ્યાએ પોતાના હાથમાં બૉલ લઇને બૉલિંગ કરવા આવ્યો, ઉલ્લેખનીય છે કે હાર્દિકે છેલ્લા એક વર્ષથી બૉલિંગ નથી કરી, આઇપીએલમાં પણ બૉલિંગ કરતો ન હતો દેખાયો, કારણ છે કે તેની ઇજા.
ખાસ વાત છે કે હાર્દિક બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે 36મી ઓવરમાં બૉલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરમાં તેને માત્ર 5 રન આપ્યા હતા. બાદમાં તેને 42મી ઓવરમાં બૉલિંગ કરી અને સ્ટીવ સ્મિથ અને લાબુશાનેની જોડીને તોડી નાંખી હતી, હાર્દિકે સ્મિથને 104 રને શમીના હાથમાં ઝીલાવી દીધો હતો, આમા ટીમ ઇન્ડિયા માટે પોતાની ઇજાની પરવા કર્યા વિના બૉલિંગ કરવા આવ્યો અને કેરિયર દાંવ પર લગાવી દીધી હતી. આ ઓવરમાં હાર્દિકે 8 રન આપ્યા હતા, અને જાડેજાએ લાબુશાનેનો પણ કેચ છોડ્યો હતો.
કમરની નીચેના ભાગમાં થઇ હતી ગંભીર ઇજા
હાર્દિક પંડ્યા વર્લ્ડકપ સેમિફાઇનલ બાદ લાંબા સમયથી ટીમ ઇન્ડિયાથી બહાર રહ્યો, કારણ કે એશિયા કપ 2018માં પાકિસ્તાન વિરુદ્ધ થયેલી ઇજાના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી, અને તે પછી દુઃખાવો અને ઇજાના કારણે બૉલિંગ ન હતો કરી શકતા, એક સમયે તેની કેરિયર ખતમ થવાના આરે હતા પરંતુ બાદમાં તેને વાપસી કરી હતી. અગાઉ હાર્દિક પંડ્યાએ પણ તે પોતે બૉલિંગ કરવા માટે ફિટ ના હોવાનુ કહ્યુ હતુ. હાલ તેને બૉલિંગથી દુર રહેવુ જરૂરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion