શોધખોળ કરો

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ

સાબરકાંઠામાં 8 વર્ષનું બાળક HMPV પોઝિટિવ, ICUમાં સારવાર હેઠળ; રાજ્યમાં કુલ કેસની સંખ્યા ત્રણ પર પહોંચી.

HMPV virus Gujarat: ગુજરાતમાં HMPV (હ્યુમન મેટાપન્યુમોવાયરસ)ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાથી આરોગ્ય તંત્રની ચિંતા વધી છે. સાબરકાંઠા જિલ્લામાં 8 વર્ષના બાળકમાં HMPVનો ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં HMPVના કુલ કેસની સંખ્યા ત્રણ પર પહોંચી ગઈ છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં 8 જાન્યુઆરીના રોજ એક 8 વર્ષના બાળકમાં HMPVના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. બાળકની તબિયત લથડતાં તેને તાત્કાલિક હિંમતનગરની એક ખાનગી હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકના લોહીના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં બાળક ICUમાં સારવાર હેઠળ છે.

અગાઉ, બાળકના લોહીના નમૂના ખાનગી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે, આરોગ્ય વિભાગ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હતી. ત્યારબાદ સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યા બાદ પણ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તેની પુષ્ટિ કરી છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ખેતમજૂર પરિવારનું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં HMPVનો પ્રથમ કેસ 6 જાન્યુઆરીના રોજ નોંધાયો હતો. ત્યારબાદ 10 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં 80 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જણાવ્યું હતું કે વૃદ્ધ દર્દીનો કોઈ વિદેશ પ્રવાસનો ઇતિહાસ નથી. તેઓ અસ્થમાથી પણ પીડિત હતા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

રાજ્યમાં HMPVના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. લોકોને સાવચેત રહેવા અને શરદી, ખાંસી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.

શું કરવું:

  • જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોં અને નાકને રૂમાલ અથવા ટિસ્યુથી ઢાંકવું.
  • નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવો.
  • ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું.
  • તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.
  • વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો.
  • મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.
  • બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.
  • શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ન કરવું:

  • જરૂરી ન હોય તો આંખ, કાન કે મોંને સ્પર્શ કરવો નહીં.
  • ચેપગ્રસ્ત વ્યક્તિની વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ન આવે તેનું ધ્યાન રાખવું.
  • જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

આ પણ વાંચો....

અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget