Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામી છે. બાળકીની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
Ahmedabad: અમદાવાદની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામી છે. બાળકીની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
અમદાવાદની ઝેબર સ્કૂલમાં વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત pic.twitter.com/aPIh7ySv4Z
— ABP Asmita (@abpasmitatv) January 10, 2025
આ અંગે વિગતે વાત કરીએ તો અમદાવાદની ઝેબર સ્કૂલમાં ભણતી એક વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની ગાર્ગી રણપરાનું મોત નિપજ્યું છે. તો બીજી તરફ વિદ્યાર્થિનીના માતા પિતા હાલ મુંબઈ છે. જેમને આ ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ મુંબઈથી અમદાવાદ આવવા રવાના થયા છે. જો કે, શાળા પાસે બાળકીની અસ્થમા અંગેની કોઈ મેડિકલ હિસ્ટ્રી નહિ અપાઈ હોવાનું પ્રિન્સિપાલનું કહેવું છે. ઘટના જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ શરુ કરી છે.
આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ સીસીટીવી મુજબ બાળકી સ્કૂલની લોબીમાં ઉભેલી જોવા મળે છે. ત્યારે તેમની સાથેના વિદ્યાર્થીઓ આગળ જતા દેખાઈ રહ્યા છે. જો કે, ગાર્ગી ત્યાની ત્યા જ ઉભી રહે છે. જે બાદ તે થોડીવાર પછી થોડી આગળ ચાલે છે અને પછી અચાનક લોબીમાં રહેલી ખુરશી પર બેસી જાય છે. જો કે, તેમની સામે જ અન્ય ટીચર વાતો કરતા જોવા મળે છે. પરંતુ તેમનું ધ્યાન પડતુ નથી. આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ ગાર્ગીને જોઈ જાય છે અને તેમની પાસે આવે છે.
હજુ સુધી ગાર્ગીના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી
જે બાદ ગાર્ગી અચાનક પડી જાય છે અને તેને જોઈએ અન્ય વિદ્યાર્થીઓ ચોંકી જાય છે. જે બાદ તે વિદ્યાર્થીઓ નજીકમાં રહેલા મહિલા ટીચરને જાણ કરે છે. ત્યાર બાદ સ્કૂલ સંચાલકો દ્વારા વિદ્યાર્થિનીને હોસ્પિટલે ખસેડમાં આવે છે. જોકે, હોસ્પિટલના ડોક્ટર વિદ્યાર્થિનીને મૃત જાહેર કરે છે. અચાનક બાળકીના મોતને પગલે સમગ્ર પરિસરમાં ગમગીની વ્યાપી ગઈ છે. જો કે, હજુ સુધી ગાર્ગીના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ થશે.
આ પણ વાંચો...