IND vs AUS: સિડનીમાં ભારતીય બોલર્સનો તરખાટ, ઓસ્ટ્રેલિયા 236 રનમાં ઓલ આઉટ, હર્ષિત રાણાની 4 વિકેટ
India Need Runs To Beat Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી વનડેમાં હર્ષિત રાણાનો જાદુ ચાલ્યો. હર્ષિતે 4 વિકેટ લીધી. વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી. ભારત સામે 237 રનનો લક્ષ્યાંક છે.

IND vs AUS 3rd ODI Inning Report: ભારતીય બોલરોએ ત્રીજી ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુભમન ગિલે આ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 બોલરોનો ઉપયોગ કર્યો હતો, જેમાં બધા બોલરોએ વિકેટ લીધી હતી. ભારત માટે હર્ષિત રાણા સૌથી સફળ બોલર બન્યો. હર્ષિતે ઓસ્ટ્રેલિયાની 4 વિકેટ લીધી હતી.
Innings Break!
— BCCI (@BCCI) October 25, 2025
A clinical bowling display from #TeamIndia as Australia are bundled out for 236 runs in the 3rd ODI.
Harshit Rana is the pick of bowlers with 4 wickets to his name.
Scorecard - https://t.co/nnAXESYYUk #TeamIndia #AUSvIND #3rdODI pic.twitter.com/HNAkdZYMQe
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ODIમાં, ટીમ ઇન્ડિયાના બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને 236 રન સુધી રોકી દીધા હતા. આમાં વોશિંગ્ટન સુંદરને 2 વિકેટ મળી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણe, કુલદીપ યાદવ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી. ભારતને આ મેચ જીતવા માટે 237 રનની જરૂર છે.
ટ્રેવિસ હેડ સિરાજનો શિકાર બન્યો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી વનડેમાં બધા બોલરોએ જોરદાર પ્રદર્શન કર્યું. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન મિત્ચેલ માર્શ અને ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે તેમની ટીમને મજબૂત શરૂઆત અપાવી, પરંતુ ભારતીય બોલરોએ મિડલ ઓર્ડર પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવ્યું. ટ્રેવિસ હેડ ફરી એકવાર મોહમ્મદ સિરાજ સામે પોતાની વિકેટ ગુમાવી. સિરાજે ભારત સામે 19 ઇનિંગ્સમાં હેડને આઠ વખત આઉટ કર્યો છે.
હર્ષિત રાણાએ 4 વિકેટ લીધી
હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરે સિડની વનડેમાં ભારતને મજબૂત સ્થિતિમાં મુકી દીધુ. વોશિંગ્ટન સુંદરે મેથ્યુ શોર્ટ અને મેટ રેનશોને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાના મિડલ ઓર્ડરનો રકાસ કર્યો. હર્ષિત રાણાની તોફાની બોલિંગે ચાર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આઉટ કરીને રન રેટને કાબૂમાં રાખ્યો. અક્ષર પટેલે કેપ્ટન મિચ માર્શને 41 રનમાં આઉટ કરીને ટીમ માટે મહત્વપૂર્ણ વિકેટ અપાવી. કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 1-1 વિકેટ લીધી.
ભારતે 237 રનનો લક્ષ્યાંક રાખ્યો
ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત મજબૂત રહી. મિચ માર્શ અને ટ્રેવિસ હેડની જોડીએ માત્ર નવ ઓવરમાં 57 રન બનાવ્યા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાએ 61 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ, ઓસ્ટ્રેલિયાએ રન બનાવતા વિકેટો ગુમાવવાનું ચાલુ રાખ્યું અને ઓસ્ટ્રેલિયા 46.4 ઓવરમાં 236 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત-ઓસ્ટ્રેલિયા ODI શ્રેણીની આ ત્રીજી અને અંતિમ મેચ છે. ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-0થી આગળ છે. ભારત પહેલાથી જ શ્રેણી હારી ગયું છે, પરંતુ ટીમ ઈન્ડિયા તેનો અંત જીત સાથે કરી શકે છે.




















