IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gautam Gambhir IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર હજુ પણ ચર્ચામાં છે. એક રિપોર્ટ અનુસાર હેડ કોચ ગૌતમ ગંભીરની ખુરશી હાલ સુરક્ષિત નથી.
Gautam Gambhir IND vs AUS: મેલબોર્ન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ હોબાળો મચી ગયો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેમજ મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર સવાલો ઉઠી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. પણ હવે બધું બરાબર નથી ચાલી રહ્યું. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુખ્ય કોચ ગંભીરની ખુરશી ખતરામાં છે. રિપોર્ટ અનુસાર, તે આ પોસ્ટ માટે પહેલી પસંદ પણ નહોતો.
ગંભીર અને ટીમ ઈન્ડિયાને લઈને અનેક પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. પીટીઆઈના અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં ગંભીરને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. એક સૂત્રએ કહ્યું કે જો ટીમ ઈન્ડિયાના પ્રદર્શનમાં સુધારો નહીં થાય તો તેની ખુરશી જોખમમાં આવી જશે, જે હજુ પણ સુરક્ષિત નથી. આનો સ્પષ્ટ અર્થ છે કે ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી ટેસ્ટ મેચ ટીમ ઈન્ડિયા અને ગંભીર માટે મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહી છે.
ટીમ ઈન્ડિયા સતત હારનો સામનો કરી રહી છે
ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 295 રને જીતી લીધી હતી. આ મેચ પર્થમાં રમાઈ હતી. આ પછી ભારતીય ખેલાડીઓએ વોર્મ અપ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે પછી પરફોર્મમાં ઘટાડો જોવા મળ્યો હતો. એડિલેડમાં ટીમ ઈન્ડિયાનો 10 વિકેટે પરાજય થયો હતો. આ પછી બ્રિસબેન ટેસ્ટ ડ્રો રહી અને મેલબોર્નમાં પણ હારનો સામનો કરવો પડ્યો.
ન્યુઝીલેન્ડ બાદ રોહિત ઓસ્ટ્રેલિયા સામે પણ ફ્લોપ રહ્યો
કેપ્ટન રોહિત માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ સારો રહ્યો નથી. આ પહેલા તે ન્યુઝીલેન્ડ સામે પણ ફ્લોપ રહ્યો હતો. રોહિત ન્યૂઝીલેન્ડ સામે બેંગ્લોર ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 2 રન બનાવીને આઉટ થયો હતો. તેણે બીજી ઇનિંગમાં 52 રન બનાવ્યા હતા. પરંતુ આ પછી પુણે અને મુંબઈ ટેસ્ટમાં કંઈ ખાસ કરી શક્યો નહીં. હવે તે ઓસ્ટ્રેલિયા સામે એડિલેડમાં 3 અને 6 રન બનાવીને આઉટ થયો હતો. બ્રિસ્બેનમાં 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મેલબોર્નમાં પણ તેનું બેટ ન ચાલ્યું.
આ પણ વાંચો...