શોધખોળ કરો

ICC એ ટી-20 વર્લ્ડ કપ માટે ઈનામની રકમ જાહેર કરી, વિજેતા ટીમને મળશે આટલા કરોડ ?

UAE અને ઓમાનની ધરતી પર 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ ટી-20 વિશ્વકપની (T20 Worldcup) ની પ્રાઇઝ મનીની ICCએ જાહેરાત કરી છે.

UAE અને ઓમાનની ધરતી પર 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલ ટી-20 વિશ્વકપની (T20 Worldcup) ની પ્રાઇઝ મનીની ICCએ જાહેરાત કરી છે. ટૂર્નામેન્ટ જીતનારી ટીમને 1.6 મિલિયન (લગભગ 12 કરોડ) અને રનરઅપ રહેનારી ટીમને 8 લાખ ડોલર (લગભગ 6 કરોડ) રૂપિયા મળશે. એટલે કે પાંચ વર્ષ બાદ રમાનારી આ ટૂર્નામેન્ટમાં ટીમ પર પૈસાનો વરસાદ થવાનો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઓમાનનો સામનો પાપુઆ ન્યૂ ગિની સામે થવાનો છે અને ટૂર્નામેન્ટનો ફાઇનલ મુકાબલો 14 નવેમ્બરે દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ટી-20 વિશ્વકપમાં સેમિફાઇનલ સુધીની સફર કરનારી ટીમને લગભગ 3 કરોડ રૂપિયા મળશે. આ સાથે ICC સુપર 12 સ્ટેજમાં દરેક મુકાબલો જીતવા પર ટીમને બોનસ મળવાનું પણ જારી રહેશે. ભારત વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. ત્યારબાદ ટીમ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને 3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાએ 2007માં આ ટ્રોફી પર કબજો કર્યો હતો અને 2014માં ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ વખતે વિશ્વકપમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે.

આઈપીએલ 2021 બાદ યુએઈ અને ઓમાનમાં 17 ઓક્ટોબરથી ટી20 વર્લ્ડકપ શરૂ થશે. આઈસીસીએ આ વર્ષે પુરુષોના ટી-20 વર્લ્ડકપમાં પ્રથમ વખત ડીસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)નો ઉપયોગ કરવાનો ફેંસલો લીધો છે. આઈસીસીના સત્તાવાર નિવેદન મુજબ દરેક ઈનિંગમાં બંને ટીમોને ડીઆરએસના બે મોકા મળશે,

DRS in T20 World Cup

સામાન્ય રીતે ટી-20 મેચમાં એક ટીમને એક જ રિવ્યૂ મળે છે પરંતુ કોવિડ મહામારી દરમિયાન અનેક મેચોમાં અનુભવી એમ્પાયરોની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને આઈસીસીએ જૂનમાં ક્રિકેટના દરેક ફોર્મેટમાં એક રિવ્યૂ વધારવાનો ફેંસલો કર્યો હતો. આઈસીસીના આ ફેંસલા બાદ ટી 20 અને વન ડેમાં એક ઈનિંગમાં જરેક ટીમને બે અને દરેક ટેસ્ટની ઈનિંગમાં બંને ટીમોને રિવ્યૂના ત્રણ મોકા આપવામાં આવે છે.

મિનિમમ ઓવર્સનો નિયમ પણ બદલાયો

ટી-20 વર્લ્ડકપ માટે આઈસીસીએ વરસાદથી પ્રભાવિત કે અન્ય કારણોસર મોડી શરૂ થનારી મેચ માટે પણ નિયમમાં બદલાવ કર્યો છે. ગ્રુપ સ્ટેજમાં સામાન્ય નિયમ મુજબ ડકવર્થ લુઇસથી મેચનું પરિણામ લાવવા માટે દરેક ટીમને ઓછામાં ઓછી પાંચ ઓવર બેટિંગ કરવી ફરજિયાત હતા. સેમિફાઇનલ અને ફાઇનલમાં દરેક ટીમે ડકવર્થ લુઇસથી મેચનું પરિણામ કાઢવા માટે ઓછામાં ઓછી દસ ઓવર બેટિંગ કરવી ફરજિયાત હશે.

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget