શોધખોળ કરો

World Cup 2023: ભારત-પાકિસ્તાન વચ્ચે સેમિફાઇનલ નક્કી ? રોમાંચક બન્યા હાલના સમીકરણ

આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 ભારતમાં રમાઇ રહ્યો છે, અને અત્યારે રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે,

ICC Cricket World Cup 2023: આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 ભારતમાં રમાઇ રહ્યો છે, અને અત્યારે રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, અને ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં પણ પહોંચી ચૂકી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે સેમિફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાય તેવા સંકેતો મળી રહ્યાં છે. આ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાશે. આ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડકપ 2011ની ફાઇનલમાં પહોંચી હતી ત્યારે સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. જાણો અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની સેમિફાઇનલ મેચ કેવી રીતે રમાઇ શકે છે.... 

ભારતીય ટીમે હાલમાં 8 માંથી તમામ 8 મેચ જીતી છે, અને 16 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં ટોચ પર બેઠી છે, જ્યાંથી હવે કોઈ અન્ય ટીમ તેને હટાવી શકશે નહીં, કારણ કે કોઈપણ ટીમ 16 પૉઈન્ટ મેળવી શકશે નહીં. આવામાં ટીમ ઈન્ડિયા પૉઈન્ટ ટેબલમાં ટોપ પર એટલે કે નંબર-1 પર રહેશે તે નક્કી છે. વળી, સેમિફાઇનલમાં નંબર-1 ટીમનો મુકાબલો નંબર-4 ટીમ સાથે થશે, જ્યારે નંબર-2 ટીમની સેમિફાઇનલ મેચ નંબર-3 ટીમ સાથે થશે, મતલબ કે એ નક્કી થઈ ગયું છે કે ભારતની સેમિ ફાઈનલ મેચ નંબર-4 ટીમ સાથે થશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રીતે રમાશે સેમિ ફાઇનલ મેચ ?
હવે સવાલ એ છે કે કઈ ટીમ નંબર-4 પર રહી શકે છે. હાલમાં ન્યૂઝીલેન્ડની ટીમ નંબર-4 પર છે, જેના 8 પૉઈન્ટ છે. પાકિસ્તાન નંબર-5 પર છે, અને તેના પણ 8 પૉઈન્ટ છે, પરંતુ નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા ખુબ ઓછો છે, જે તેના માટે ચિંતાનો વિષય છે. વળી, અફઘાનિસ્તાનની ટીમ નંબર-6 પર હાજર છે, અને તેની પાસે પણ 8 પૉઈન્ટ ઉપલબ્ધ છે, જ્યારે તેણે હજુ લીગ તબક્કાની બે બાકીની મેચ રમવાની છે. આવામાં જો અફઘાનિસ્તાન તેની બંને મેચ જીતી જશે તો પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરી શકશે નહીં.

વળી, જો અફઘાનિસ્તાન બેમાંથી એક મેચ જીતે છે, અથવા બંને હારે છે, અને ન્યૂઝીલેન્ડ તેની બાકી રહેલી એકમાત્ર મેચમાં શ્રીલંકા સામે હારી જાય છે, અને પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચમાં ઈંગ્લેન્ડને હરાવશે, તો પાકિસ્તાન સેમિફાઈનલમાં પહોંચી શકે છે. છે. જો આમ થશે તો ચોક્કસપણે પાકિસ્તાનની ટીમ નંબર-4 પર પહોંચી જશે, અને પછી તેની સેમિફાઇનલ મેચ ભારત સામે થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Mahant Suicide Case: મહંતની આત્મહત્યા મુદ્દે શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળી પડ્યા રોડ?Hun To Bolish : હું તો બોલીશ : 'ગ્રીન કાર્ડ' છતાંય ગેટ આઉટ કેમ?Kheda Crime: ખેડાના રાણીયા મીસાગર નદીમાંથી હત્યા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
રાજકોટમાં નબીરાએ કારથી ત્રણ લોકોને ઉડાવ્યા, વૃદ્ધનું મોત, બાળકીની હાલત ગંભીર
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
IPL શરૂ થાય તે અગાઉ KKRને મોટો ઝટકો, ઉમરાન મલિક થયો બહાર, જાણો કોને મળ્યું ટીમમાં સ્થાન?
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
UPI પેમેન્ટના નામ પર ચાલી રહ્યું છે મોટું કૌભાંડ, પૈસા મોકલતા સમયે ના કરો આ ભૂલ
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
Crime News: બપોરે સાથે આવ્યા અને રાતે... અમદાવાદમાં એરપોર્ટ નજીકની હોટલમાં મહિલાની ઘાતકી હત્યા
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
IPL 2025: ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025ની પ્રથમ મેચ થઇ શકે છે રદ્દ? જાણો કારણ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
ચેમ્પિયન ટ્રોફી બાદ ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટથી હરાવી જીત્યું ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનું ટાઇટલ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
શું અરવિંદ કેજરીવાલ પંજાબના સીએમ બદલી નાંખશે? જાણો શું આપ્યો જવાબ
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
હાઇવે પર સફર થશે મોંઘી, NHAIએ કરી ટોલ ટેક્સ વધારવાની તૈયારી
Embed widget