ICC Ranking: જસપ્રીત બુમરાહ દુનિયાનો નંબર વન ટેસ્ટ બૉલર બન્યો, અશ્વિનને પછાડ્યો, વિરાટ કોહલીનું રેન્કિંગ પણ ડાઉન
બુમરાહે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો જીતનો હીરો પણ હતો
![ICC Ranking: જસપ્રીત બુમરાહ દુનિયાનો નંબર વન ટેસ્ટ બૉલર બન્યો, અશ્વિનને પછાડ્યો, વિરાટ કોહલીનું રેન્કિંગ પણ ડાઉન ICC Ranking Announced: icc test ranking jasprit bumrah became world's number one bowler left ashwin behind virat kohli ICC Ranking: જસપ્રીત બુમરાહ દુનિયાનો નંબર વન ટેસ્ટ બૉલર બન્યો, અશ્વિનને પછાડ્યો, વિરાટ કોહલીનું રેન્કિંગ પણ ડાઉન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/08/fddeb87d17f670e4cbf0490f018e6c24170737222466677_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ICC Ranking: વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવનાર ભારતના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ વિશ્વનો નંબર વન ટેસ્ટ બોલર બની ગયો છે. બુધવારે જાહેર કરવામાં આવેલી તાજેતરની ICC રેન્કિંગમાં બુમરાહે રવિચંદ્રન અશ્વિનને પછાડીને નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. અગાઉ અશ્વિન ટેસ્ટ બોલરોમાં ટોચ પર હતો. આ સાથે જ અશ્વિન બે સ્થાન નીચે આવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ બુમરાહનું શાનદાર પ્રદર્શન -
બુમરાહે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ બે ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની જીતનો જીતનો હીરો પણ હતો. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મેચમાં તેણે પ્રથમ દાવમાં 6 અને બીજા દાવમાં 3 વિકેટ ઝડપી હતી. આનું ફળ તેમને મળ્યું છે. તે હાલમાં આ સીરીઝમાં બે મેચમાં 15 વિકેટ સાથે ટોચ પર છે. 45 રનમાં છ વિકેટ આ સીરીઝમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે.
બુમરાહે રચ્યો ઇતિહાસ
ટેસ્ટ પહેલા બુમરાહ ODI અને T20માં પણ નંબર વન બોલર હતો. આવી સ્થિતિમાં તેણે ટેસ્ટમાં નંબર વન બનીને ઈતિહાસ રચ્યો હતો. બુમરાહ ત્રણેય ફોર્મેટમાં નંબર વન પર પહોંચનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. આ પહેલા કોઈ બોલર આવું કરી શક્યો ન હતો. આટલું જ નહીં બુમરાહ વિરાટ કોહલીની ખાસ ક્લબમાં પણ જોડાઈ ગયો છે. વિરાટ સિવાય તે ત્રણેય ફોર્મેટમાં નંબર વન સ્થાન હાંસલ કરનાર એશિયાનો પ્રથમ ખેલાડી છે. બુમરાહ ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બનનાર ભારતનો પ્રથમ ઝડપી બોલર છે.
બેટ્સમેનોમાં વિલિયમસન ટૉપ પર
ટેસ્ટ બેટ્સમેનોમાં ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ટોપ પર યથાવત છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પ્રથમ ટેસ્ટની બે ઇનિંગ્સમાં બે સદી ફટકારી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ એક સ્થાનના છલાંગ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. ઈંગ્લેન્ડના જો રૂટને ભારત સામેની બંને ટેસ્ટમાં ખરાબ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો હતો અને તે ત્રીજા સ્થાને આવી ગયો છે. કિવી બેટ્સમેન ડેરીલ મિશેલ ચોથા સ્થાને અને પાકિસ્તાનનો બાબર આઝમ પાંચમા સ્થાને યથાવત છે. ભારતના વિરાટ કોહલીને બીજી ટેસ્ટ ન રમવાનું નુકસાન થયું છે અને તે એક સ્થાન નીચે સાતમા સ્થાને આવી ગયો છે.
ઓલરાઉન્ડરોમાં જાડેજા ટૉપ પર
ભારતનો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં ટોચ પર છે. આ સાથે જ અશ્વિન બીજા સ્થાને અને બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં એક સ્થાન આગળ વધીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ અક્ષર પટેલ પણ એક સ્થાનનો ફાયદો ઉઠાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. હૈદરાબાદ ટેસ્ટમાં વિકેટ લેવાનો ફાયદો મેળવનાર જો રૂટ બે સ્થાન નીચે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)