IND vs ENG, Match Highlights: ઈંગ્લેન્ડે ભારતને ખરાબ રીતે હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, એડિલેડમાં 10 વિકેટથી મેળવી શાનદાર જીત
T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ભારતને ઇંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને 10 વિકેટે હરાવીને ઈંગ્લેન્ડે ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
![IND vs ENG, Match Highlights: ઈંગ્લેન્ડે ભારતને ખરાબ રીતે હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, એડિલેડમાં 10 વિકેટથી મેળવી શાનદાર જીત ICC T20 WC 2022: England won the match by 10 wickets against India qualified for Final at Adeliade Oval Stadium IND vs ENG, Match Highlights: ઈંગ્લેન્ડે ભારતને ખરાબ રીતે હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, એડિલેડમાં 10 વિકેટથી મેળવી શાનદાર જીત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/10/49dff0668085f5a5be9df8b764597e9c1668078904393567_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
T20 World Cup 2022: T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચમાં ભારતને ઇંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને 10 વિકેટે હરાવીને ઈંગ્લેન્ડે ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે જ્યાં તેનો મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે થવાનો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 16 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી.
ICC #T20WorldCup 2nd semifinal | England (170/0) in 16 overs beat India by 10 wickets in Adelaide to enter the final#INDvsENG
— ANI (@ANI) November 10, 2022
(Photo courtesy: ICC) pic.twitter.com/Zixbk0TOy7
હાર્દિકના કારણે ભારત મજબૂત સ્કોર સુધી પહોંચ્યું હતું
પ્રથમ બેટિંગ કરતા ભારતની શરૂઆત સારી રહી ન હતી અને તેણે બીજી ઓવરમાં જ કેએલ રાહુલની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્માએ 27 રન બનાવ્યા પરંતુ આ માટે તેણે 28 બોલનો સામનો પણ કર્યો. સૂર્યકુમાર યાદવ પણ માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો અને 12મી ઓવર સુધીમાં ભારતે 75 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ એક છેડો સંભાળ્યો પરંતુ તેણે 40 બોલમાં 50 રનની ધીમી ઇનિંગ રમી હતી. બીજા છેડેથી, હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 63 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ભારતને 168 રનના મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ લીધી હતી.
સ્કોરનો પીછો કરતા ઈંગ્લેન્ડે પહેલી જ ઓવરથી જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા અને તેણે ભારતીય બોલરો સામે સતત રન ફટકાર્યા હતા. પાવરપ્લેમાં જ ઇંગ્લિશ ટીમે 63 રન બનાવ્યા હતા અને તેમનું આક્રમણ ચાલુ રહ્યું હતું. શરૂઆતમાં, હેલ્સે વધુ હુમલો કર્યો અને બટલરે પણ શાનદાર ઈનિંગ રમી ધીમે-ધીમે બટલર પણ તેના રંગમાં આવી ગયો અને તેણે પણ આક્રમક શોટ ફટકારવાનું શરૂ કર્યું. બટલરે 49 બોલમાં 80 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે હેલ્સે પણ 47 બોલમાં 86 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ હાર્દિક પંડ્યાએ 33 બોલમાં જ 63 રન ફટકાર્યા હતા. તો વિરાટ કોહલીએ 40 બોલમાં 50 રન ફટકાર્યા હતા. આ બન્ને પ્લેયર્સે ટીમની ઇનિંગને સંભાળીને ટીમના સ્કોરને 168 રન સુધી પહોંચાડ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)