T20 World Cup: PNG વિરૂદ્ધ તાબડતોડ ઇનિંગ રમનાર ઓમાનના ‘જતિન્દર સિંહ’ કોણ છે ? જાણો ભારત સાથે શું છે સંબંધ....
જતીન્દર સિંહે પ્રથમ વખત 2012 માં ઓમાન માટે ડેબ્યુ કર્યું હતું. જતિન્દર અત્યાર સુધી 19 વનડેમાં 434 રન બનાવી ચૂક્યા છે.
ICC T20 World Cup: ઓમાનના જતિન્દર સિંહ આઈસીસી ટી 20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની મેચમાં પપુઆ ન્યુ ગિની સામે વિસ્ફોટક ઈનિંગ રમીને ચર્ચામાં છે. તેણે 42 બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા. અને પોતાની ટીમને PNG સામે 10 વિકેટથી જીત અપાવી. જતિન્દર સિંહ ટી 20 વર્લ્ડ કપમાં ફિફ્ટી ફટકારનાર ઓમાનનો પહેલો બેટ્સમેન બની ગયો છે. ચાલો જાણીએ કોણ છે જતિન્દર સિંહ.
ભારત સાથે છે સંબંધ
જતિન્દર સિંહનો જન્મ પંજાબના લુધિયાણામાં થયો હતો. પરંતુ 2003 માં તેમના પરિવાર સાથે ઓમાનમાં સ્થાયી થયા. અને વિશ્વ કપમાં એક જ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. જતિન્દર ઓમાનની અંડર -19 ક્રિકેટ ટીમનો પણ ભાગ રહ્યો છે. જતિન્દરના પિતા ઓમાન પોલીસમાં નોકરી કરે છે. જતિન્દરને 3 ભાઈઓ છે. તેનો નાનો ભાઈ જસપ્રીત સિંહ પણ ક્રિકેટ રમે છે.
જતિન્દરનું પ્રદર્શન કેવું
જતિન્દર સિંહે પ્રથમ વખત 2012 માં ઓમાન માટે ડેબ્યુ કર્યું હતું. જતિન્દર અત્યાર સુધી 19 વનડેમાં 434 રન બનાવી ચૂક્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 107 અને સ્ટ્રાઇક રેટ 76.40 છે. આ સાથે તેણે 29 ટી 20 મેચમાં 770 રન બનાવ્યા છે. અને ટી 20 માં શ્રેષ્ઠ સ્કોર અણનમ 73 છે.
તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં ઓમાનની પ્રથમ મેચ પાપુઆ ન્યુ ગિની સામે હતી. PNG એ પહેલા 20 ઓવરમાં 129 રન બનાવ્યા હતા. જવાબમાં ઓમાનની ટીમે આકીબ ઇલ્યાસના પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 43 બોલમાં 50 રન બનાવ્યા અને સાથે જ જતિન્દર સિંહે 42 બોલમાં 73 રનની મદદથી મેચ જીતી લીધી.