Vadodara News: વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ
વડોદરામાં અસામાજિક તત્વોના આતંકના વીડિયો વાયરલ થયા છે.. માંજલપુરના અલવા નાકા પાસે કેટલાક ગુંડાતત્વો હાથમાં ચપ્પુ લઈને ઝપાઝપી કરતો વીડિયો વાયરલ થયો છે.. એટલુ જ નહીં.. ચપ્પુ સાથે ગુંડાતત્વો ધક્કામુકી કરી રહ્યા છે.. તો એક યુવક હાથમાં ચપ્પુ લઈને ઝપાઝપી કરતો પણ વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. લુખ્ખા તત્વોના આતંકથી સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ ફેલાયો.
માંજલપુરના અલવાનાકા વિસ્તારમાં રાત્રીના સમયે કેટલાક યુવકો વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે દરમિયાન એક યુવાન ચપ્પુ જેવુ ધારદાર હથિયાર સાથે ધસી આવ્યો હતો અને તેણે બીજા એક યુવકને ચપ્પુ બતાવીને ધમકી આપી હતી. ઉપરાંત, એણે મારક હથિયારો જાહેરમાં લહેરાવીને દહેશત ફેલાવવાની કોશિષ કરી હતી. આ બનાવમાં કેટલાક બીજા યુવાનો પણ સામેલ હતા. મોડીરાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો કોઈકે મોબાઈલ ઉપર ઉતારી લીધો હતો. આજે દિવસ દરમિયાન આ વીડિયો આખાય શહેરમાં વાયરલ થયો હતો. જાેતજાેતામાં પોલીસ પાસે પણ આ વીડિયો આવી ગયો હતો. પોલીસે એની ગંભીર નોંધ લીધી હતી. અને વીડિયોમાં દેખાતા લુખ્ખા તત્વોની શોધખોળ શરૂ કરી હતી.