MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
MLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’
રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે નવાગામ(દેડી) અટકાયત કરી હતી. નર્મદા પોલીસ દ્વારા ચૈતર વસાવાને અટકાયત કરી દેડિયાપાડા પોલીસ સ્ટેશન માં લાવવામાં આવ્યા હતા. અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ FIR ને લઇ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકવામાં આવેલ છે. ચૈતર વસાવાએ કહ્યું કે, અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપ ના નેતાઓ ના ઇશારે પોલીસ અધિકારીઓ એ જાતે અરજદાર બની 2 FIR કરેલ છે. બ્લાસ્ટમાં મૃત્યુ થયેલ વ્યકિતના પરિવારોને વળતર અપાવ્યુ એ ગુનો કર્યો છે ? અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ. મારા ઘરે રાત્રે થી પોલીસ મુકીને ભય નો માહોલ ઊભો કરવામાં આવે છે. પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા ને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે.