ICC T20 Rankings: સૂર્યકુમાર યાદવને ટી20 રેન્કિંગમાં મોટો ફાયદો, બાબર આઝમને પછાડીને મેળવ્યું આ સ્થાન
ICCએ T20 બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી આ તાજેતરની રેન્કિંગમાં ભારતના સ્ટાર T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવને મોટો ફાયદો થયો છે.
Suraya Kumar Yadav in ICC T20 Rankings: ICCએ T20 બેટ્સમેનોની રેન્કિંગ જાહેર કરી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી આ તાજેતરની રેન્કિંગમાં ભારતના સ્ટાર T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવને મોટો ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચની ટી20 સીરીઝની ત્રીજી અને છેલ્લી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે 69 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેને આ ઇનિંગનો ફાયદો થયો છે અને હવે તે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડીને ICC T20 બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તે જ સમયે, આ રેન્કિંગમાં, પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 861 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત છે.
બાબર આઝમને પછાડીને બીજા સ્થાને સૂર્યકુમારઃ
સૂર્યકુમાર યાદવે ICC T20 બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ સિવાય ભારતના બોલર ભુવનેશ્વર કુમારે પોતાની બોલિંગ રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે અને તે હવે 10માં સ્થાને પહોંચી ગયો છે. ભુવનેશ્વર કુમાર ઉપરાંત, અક્ષર પટેલે તેની બોલિંગ રેન્કિંગમાં ઘણો ફાયદો કર્યો છે. અક્ષરે 18માં સ્થાનેથી 11માં સ્થાને સાત સ્થાનની છલાંગ લગાવી છે. અક્ષરે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બોલિંગ કરીને ત્રણ મેચની T20 શ્રેણીમાં 8 વિકેટ ઝડપી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજથી સિરીઝ શરૂ થશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ મેચ આજે સાંજે 7 વાગ્યાથી તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે. 2022 T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, આ શ્રેણી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ વર્ષે જૂનમાં પણ દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચ મેચની T20 શ્રેણી માટે ભારત આવી હતી. જોકે, પાંચમી મેચ બાદ શ્રેણી 2-2થી ડ્રોમાં સમાપ્ત થઈ હતી અને તે શ્રેણીમાં નિર્ણાયક ટી20 વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
આ પણ વાંચો.....