ICC રેન્કિંગમાં મોટો ઉલટફેર, બુમરાહને પછાડી સાઉથ આફ્રિકાનો આ બોલર બન્યો નંબર વન
ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણી વચ્ચે તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ટેસ્ટમાં નંબર-1 બોલરનો તાજ ગુમાવી દીધો છે. ન્યૂઝીલેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝમાં તેનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી, જેના કારણે દક્ષિણ આફ્રિકાના એક બોલરે તેને પાછળ છોડી દીધો છે. આ આફ્રિકન બોલરે તાજેતરમાં બાંગ્લાદેશ સામે શાનદાર બોલિંગ કરી હતી.
New World No.1 🥇
— ICC (@ICC) October 30, 2024
South Africa's star pacer dethrones Jasprit Bumrah to claim the top spot in the ICC Men's Test Bowling Rankings 👇https://t.co/oljRIUhc5T
બુમરાહ પાસેથી નંબર 1નો તાજ છીનવી લીધો
જસપ્રીત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં એક પણ વિકેટ મળી ન હતી જેના કારણે તેને લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં નુકસાન સહન કરવું પડ્યું છે. હવે તે નંબર વનમાંથી ત્રીજા નંબરે પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો કગિસો રબાડા હવે ટેસ્ટનો નવો નંબર-1 બોલર બની ગયો છે. કગિસો રબાડા તાજેતરમાં જ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બોલના સંદર્ભમાં 300 વિકેટ લેનારો સૌથી ઝડપી બોલર બન્યો હતો હવે તેને આઈસીસી તરફથી ટેસ્ટ રેન્કિંગમાં તેનું ઈનામ મળ્યું છે.
દક્ષિણ આફ્રિકાની ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાની ટીમે આ શ્રેણીની પ્રથમ મેચ જીતી હતી. આ જીતનો હીરો કગીસો રબાડા હતો. કગિસો રબાડાએ આ મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. તેણે મેચની પ્રથમ ઇનિંગમાં કુલ 3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા અને પછી બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.
યશસ્વી જયસ્વાલે થયો ફાયદો
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને લેટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે હવે ટેસ્ટમાં નંબર-3 બેટ્સમેન બની ગયો છે. આ સાથે જ ઋષભ પંતને 5 સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 11મા નંબર પર પહોંચી ગયો છે. વિરાટ કોહલી પણ 6 સ્થાન નીચે 14મા સ્થાને આવી ગયો છે. રોહિત શર્માને ફરી એકવાર મોટું નુકસાન થયું છે. તે 9 સ્થાન નીચે સરકીને હવે 24માં નંબર પર આવી ગયો છે. આ સિવાય શુભમન ગિલ પણ 19મા સ્થાનેથી 20મા સ્થાને પહોંચી ગયો છે.