શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
2011 વર્લ્ડકપ ફાઇનલ દરમિયાન ધોનીએ સંગાકારાને કેમ કહ્યું હતું- ફરી એક વખત ટોસ કરીએ, હવે સામે આવ્યું રહસ્ય
મેચ રેફરીએ કહ્યું કે, સંગકારા ટોસ જીતી ચુક્યો છે પરંતુ માહીને ભરોસો ન થયો. ત્યાં થોડી મૂંઝવણ થઈ અને બાદમાં માહીએ કહ્યુ, ચાલો ફરી એક વખત ટોસ કરી લઈએ.
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે 2011માં રમાયેલી વર્લ્ડકપ ફાઇનલમાં ધોનીએ સિક્સ મારીને ભારતને બીજી વખતે વિશ્વ વિજેતા બનાવ્યું હતું. પરંતુ આ દરમિયાન મેચની શરૂઆતમાં એવું કઇંક થયું કે જેને લઈ આજદિન સુધી કોઈ વાત નથી થઈ. બંને કેપ્ટનો વચ્ચે ટોસમાં ગરબડી થઈ હતી અને બાદમાં દોનીએ સંગાકારાને કહ્યું કે ફરી વખત ટોસ કરીએ.
ટીમ ઈન્ડિયાના સ્પિનર આર અશ્વિન સાથે ઈન્સ્ટા લાઇવ પર વાત કરતાં સંગાકારાએ કહ્યું, મેદાન દર્શકોથી ખીચોખીચ ભરેલું હતું. શ્રીલંકામાં આવું ક્યારેય થતું નથી. એક વખત હું જ્યારે ઈડન ગાર્ડન્સમાં રમતો હતો ત્યારે પ્રથમ સ્લિપમાં ઉભેલા ખેલાડી સાથે પણ વાત કરી શકતો નહોતો અને બીજી વખત વાનખેડેમાં આમ થયું. મને યાદ છે કે માહી કહી રહ્યો હતો કે મેં ટોસ દરમિયાન ટેલ કહ્યું હતું પરંતુ મે માહીને કહ્યું કે મેં હેડ કહ્યું હતું.
મેચ રેફરીએ કહ્યું કે, સંગકારા ટોસ જીતી ચુક્યો છે પરંતુ માહીને ભરોસો ન થયો. ત્યાં થોડી મૂંઝવણ થઈ અને બાદમાં માહીએ કહ્યુ, ચાલો ફરી એક વખત ટોસ કરી લઈએ. સંગાકારાએ કહ્યું કે, ટોસ જીત્યો તે મારી કિસ્મત હતી. પરંતુ મને ખબર હતી કે જો હું ટોસ હારી ગયો હોત તો ટીમ ઈન્ડિયા બેટિંગ કરતાં.
ટ્રોફી ન જીતવાને લઈ સંગાકારેએ કહ્યું, આપણે જીતીએ કે હારીએ તેને કેવી રીતે લઈએ તેના પર નિર્ભર કરે છે. એક ચહેરાની ખુશી પાછળ ઘણું દર્દ છુપાયેલું હોય છે. હું તે દરમિયાન 20 મિલિયન શ્રીલંકન લોકો વિશે વિચારતો હતો, જેની રાહ તેઓ 1996થી જોતા હતા. વર્ષ 2011માં તેમની પાસે મોકો હતો. વર્ષ 2007 ટી20 અન બાદમાં 2009 તથા 2012માં ફણ અમે કપ જીતી ન શક્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion