IND v SL Mohali Test: ભારતે 574 રને દાવ ડિકલેર કર્યો, જાડેજાના અણનમ 175 રન
IND vs SL: રવિન્દ્ર જાડેજા 175 રને અને શમી 20 રને નોટઆઉટ રહ્યા હતા. ભારતે પ્રથમ સત્રમાં ભારતે 1 વિકેટ ગુમાવી 111 રન બનાવ્યા હતા.
IND vs SL, 1st Test: ભારત અને શ્રીલંકા વચ્ચે મોહાલીમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતે બીજા દિવસે 8 વિકેટના નુકસાન પર 574 રન બનાવી દાવ ડિકેલર કર્યો હતો. રવિન્દ્ર જાડેજા 175 રને અને શમી 20 રને નોટઆઉટ રહ્યા હતા. ભારતે પ્રથમ સત્રમાં ભારતે 1 વિકેટ ગુમાવી 111 રન બનાવ્યા હતા.
અશ્વિન 61 રન બનાવી આઉટ થયો હતો. અશ્વિને આઉટ થતાં પહેલા જાડેજા સાથે મળી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. અશ્વિન અને જાડેજાએ સાતમી વિકેટ માટે 130 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ભારતના કોઈપણ બેટ્સમેનો દ્વારા શ્રીલંકા સામે સાતમી વિકેટની સૌથી મોટી ભાગીદારી છે.
ઈન્ડિયન ટીમે રેકોર્ડ બનાવ્યો
ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં એક ટેસ્ટ ઈનિંગમાં ટીમના ટોપ-8 બેટ્સમેન 25થી વધુ રનનો સ્કોર બનાવી શક્યા હોય તેવું માત્ર ચોથી વખત બન્યું છે. આ પહેલા ભારતે 2007માં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આ રેકોર્ડ નોંધાવ્યો હતો.
Here comes the declaration and that will also be Tea on Day 2 of the 1st Test.
— BCCI (@BCCI) March 5, 2022
Ravindra Jadeja remains unbeaten on 175.#TeamIndia 574/8d
Scorecard - https://t.co/c2vTOXSGfx #INDvSL @Paytm pic.twitter.com/yBnZ2mTeku
બંને ટીમો કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરી
શેન વોર્ન અને રોડ માર્શને શ્રદ્ધાંજલી આપવા માટે બંને ટીમો પ્રથમ ટેસ્ટના બીજા દિવસે કાળી પટ્ટી પહેરી મેદાનમાં રમવા ઉતરી હતી. બીજા દિવસની રમત શરૂ થાય એ પહેલા 1 મિનિટનું મૌન પણ પાળ્યું હતું.
પ્રથમ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનઃ રોહિત શર્મા, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, જયંત યાદવ
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવનઃ દિમુથ કરુણારત્ને, લાહિરુ થિરિમાને, પથુમ નિસાન્કા, ચરિત અસલંકા, એન્જેલો મેથ્યુસ, ધનંજય ડી સિલ્વા, નિરોશન ડિકવેલા, સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો, લસિથ એમ્બુલ્ડેનિયા અને લાહિરુ કુમારા