IND vs AFG 3rd T20: બીજી સુપર ઓવરમાં ભારતની જીત, રવિ વિશ્નોઈની શાનદાર બોલિંગ
India Vs Afghanistan 3rd T20 Score Live: અહીં તમને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચનો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Background
India Vs Afghanistan 3rd T20: ભારતીય ક્રિકેટ ટીમ 2024 T20 વર્લ્ડ કપ પહેલા આજે છેલ્લી વખત T20 મેચ રમશે. હવેથી થોડા સમય પછી, ભારતીય ટીમ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચોની T20 શ્રેણીની અંતિમ મેચ રમશે. આ મેચની ટોસ સાંજે 6.30 વાગ્યે થશે જ્યારે મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.
આ મેચમાં તમામની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. વાસ્તવમાં, 14 મહિના પછી T20 ટીમમાં વાપસી કરનાર રોહિત હજુ સુધી આ સિરીઝમાં પોતાનું ખાતું ખોલાવી શક્યો નથી. રોહિત પ્રથમ ટી20 મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આવી સ્થિતિમાં આજે તેની બેટિંગ પર બધાની નજર રહેશે.
સુપર ઓવરમં પણ ટાઈ
સુપર ઓવરમં પણ ટાઈ થઈ છે. ભારતને છેલ્લા બોલ્લે બે રનનની જરુર હતી જોકે, ભારત એક જ રન બનાવી શક્યું હતું.
અફઘાનિસ્તાને સુપર ઓવરમાં ભારતને 17 રનનો ટાર્ગેટ આપ્યો
સુપર ઓવરમાં પ્રથમ રમત રમીને અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને છેલ્લા બોલમાં ત્રણ રન લીધા જે નિર્ણાયક બની શકે. હવે ભારતે જીતવા માટે 6 બોલમાં 17 રન બનાવવા પડશે.



















