(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AFG Score: ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ભુવનેશ્વરે ઝડપી 5 વિકેટ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ભારતે આ ત્રણેય મેચ જીતી છે.
LIVE
Background
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ભારતે આ ત્રણેય મેચ જીતી છે. હાલમાં ટીમ ઈન્ડિયા પણ સારા ફોર્મમાં છે, જોકે છેલ્લી બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની ઘણી નબળાઈઓ સામે આવી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ ખામીઓને દૂર કરવાનો રહેશે. ટીમ ઈન્ડિયાનું સૌથી વધુ ધ્યાન પરફેક્ટ પ્લેઈંગ-11 તેમજ પરફેક્ટ ગેમ પ્લાનિંગ પર રહેશે. આ બે બાબતોને લઈને ટીમ ઈન્ડિયા પર સૌથી વધુ સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ અફઘાનિસ્તાન પણ શાનદાર ફોર્મમાં છે પરંતુ આ ટીમ પણ છેલ્લી બે મેચ હારી ગઈ છે. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક જેવા મજબૂત બોલરો છે, જે કોઈ પણ ટીમને ઓછા સ્કોર પર રોકવામાં સક્ષમ છે. ત્યારે આ ટીમમાં હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ જેવા ટી20 ફોર્મેટના નિષ્ણાત બેટ્સમેન પણ છે, જેઓ મોટી ઈનિંગ રમવા માટે સક્ષમ છે.
ભારત 101 રનથ જીત્યું
20 ઓવરના અંતે અફઘાનિસ્તાને 111 રન બનાવીને 8 વિકેટ ગુમાવી હતી. ભારતે આ મેચ 101 રનથી જીતી લીધી છે. ભુવનેશ્વર કુમારે 5, અશ્વિને 1 અને અર્શદીપ સિંહે 1 વિકેટ ઝડપી હતી.
રાશિદ ખાન આઉટ
દિપક હુડ્ડાના બોલ પર રાશિદ ખાન કેચ આઉટ થયો. રાશિદે 19 બોલમાં 15 રન બનાવ્યા. હાલ અફઘાનિસ્તાનનો સ્કોર 54 રન પર 7 વિકેટ.
અફઘાનિસ્તાનની 4 વિકેટ પડી
5.3 ઓવરના અંતે અફઘાનિસ્તાનનો સ્કોર 20 રન - 4 વિકેટ છે. હાલ નબી 7 રન અને ઈબ્રાહિમ 11 રન સાથે રમતમાં
અફઘાનિસ્તાનની બે વિકેટ પડી
પ્રથમ ઓવરમાં ભુવનેશ્વર કુમારે અફઘાનિસ્તાની 2 વિકેટ ઝડપી છે. હાલ ઈબ્રાહિમ અને જનત રમતમાં છે. સ્કોર 3 રન પર 2 વિકેટ.
19 ઓવરના અંતે સ્કોર
19 ઓવર બાદ ભારતનો સ્કોર 194 રન પર 2 વિકેટ છે. વિરાટ 105 અને પંત 19 રન સાથે રમતમાં છે.