IND Vs AFG T20 Series: ઘરઆંગણે ટીમ ઇન્ડિયાને હરાવવી બની મુશ્કેલ, સતત 15 સીરિઝમાં નથી હરાવી શક્યું કોઇ
IND Vs AFG T20 Series: ભારતીય ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કોઈપણ ટીમ માટે ઘરઆંગણે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેને હરાવવાનું સરળ નથી
India vs Afghanistan T20 Series: ભારતીય ટીમે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કોઈપણ ટીમ માટે ઘરઆંગણે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેને હરાવવાનું સરળ નથી. ખાસ કરીને છેલ્લી 15 સીરિઝમાં ભારતીય ટીમ એટલી ખતરનાક દેખાઈ રહી છે કે તે એક પણ વખત હારી નથી.
For his bowling figures of 2/17, Axar Patel is adjudged Player of the Match as #TeamIndia win the 2nd T20I by 6 wickets.
— BCCI (@BCCI) January 14, 2024
Scorecard - https://t.co/CWSAhSZc45 #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/ectnmGEfN7
આ રીતે ભારત ટી-20 ઈન્ટરનેશનલમાં ભારતીય ટીમ માટે અભેદ્ય કિલ્લો બની રહ્યું છે. તેનું કારણ એ છે કે ભારતીય ટીમ ઘરઆંગણે છેલ્લી 15 ટી-20 દ્વિપક્ષીય શ્રેણીમાં હાર્યું નથી. અફઘાનિસ્તાન સામે 15મી શ્રેણી રમાઈ રહી છે.
ભારતીય ટીમ ઘરઆંગણે માત્ર 3 શ્રેણી હારી છે
ભારતીય ટીમને છેલ્લે ફેબ્રુઆરી 2019માં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારપછી ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 2 મેચની T20 શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વિપ કર્યું હતું. ત્યારથી એટલે કે જૂન 2019 થી ભારતીય ટીમ એક પણ ટી-20 સીરિઝ હારી નથી.
છેલ્લી 15 ઘરઆંગણે ટી20 શ્રેણીમાંથી ભારતીય ટીમે 13માં જીત મેળવી છે. જ્યારે 2 ડ્રો રહી હતી. જો આપણે એકંદરે વાત કરીએ તો, ભારતીય ટીમે અત્યાર સુધી ઘરઆંગણે 30 દ્વિપક્ષીય ટી-20 શ્રેણી રમી છે, જેમાંથી તેને માત્ર 4માં હાર મળી છે. 6 ડ્રો રહી હતી, જ્યારે ભારતીય ટીમે 20 શ્રેણી જીતી છે. ભારતીય ટીમ અત્યાર સુધી ઘરઆંગણે માત્ર ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામે હાર્યું છે.
ઘરેલું T20 સીરિઝમાં ભારતનો રેકોર્ડ (જૂન 2019 થી)
કુલ સીરિઝ: 15
જીત: 13
ડ્રો: 2
હાર: 0
આ મામલે ભારત હજુ હાર્યું નથી
ભારતીય ટીમ ઘરઆંગણે 3 કે તેથી વધુ મેચોની દ્વિપક્ષીય ટી-20 સીરિઝમાં એક પણ વખત હારી નથી. ભારતીય ટીમે અત્યાર સુધી ઘરઆંગણે 3 કે તેથી વધુ મેચોની 30 દ્વિપક્ષીય ટી-20 સીરિઝમાંથી 19 રમી છે. આ દરમિયાન ભારતે 18 શ્રેણી જીતી છે. જ્યારે એક શ્રેણી ડ્રો રહી હતી.
Yashasvi Jaiswal's entertaining knock comes to an end on 68 runs.
— BCCI (@BCCI) January 14, 2024
Live - https://t.co/YswzeUSqkf #INDvAFG@IDFCFIRSTBank pic.twitter.com/FOQSkk8lNk