શોધખોળ કરો

IND vs AUS: વિશાખાપટ્ટનમમાં ઈંગ્લીશનું આવ્યું તુફાન, તોફાની સદી સાથે ભારતને આપ્યો 209 રનનો ટાર્ગેટ

AUS vs IND 1st T20I Innings Highlights: ટીમ માટે જોશ ઈંગ્લિશએ 110 રન અને સ્ટીવ સ્મિથે 52 રન બનાવ્યા હતા. ભારત તરફથી બિશ્નોઈ અને કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી હતી.

AUS vs IND 1st T20I Innings Highlights:  ફોર્મેટ બદલાયું હોવા છતાં, ભારત પર ઓસ્ટ્રેલિયન ટીમનું વર્ચસ્વ બદલાયું નથી. વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ છીનવી લેનાર ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમમાં રમાઇ રહેલી પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. ટીમ માટે જોશ ઈંગ્લિશએ 110 રન અને સ્ટીવ સ્મિથે 52 રન બનાવ્યા હતા. ભારત તરફથી બિશ્નોઈ અને કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી હતી.
 
વિશાખાપટ્ટનમના રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે કહ્યું હતું કે અમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હોત, પરંતુ કાંગારૂ બેટ્સમેનોએ ભારતીય બોલિંગને તેમના પર જરાય હાવી થવા દીધી ન હતી. કાંગારૂ ટીમને પહેલો ફટકો 5મી ઓવરમાં જ લાગ્યો હતો, પરંતુ તે પછી જોશ ઈંગ્લિસ અને સ્ટીવ સ્મિથે બીજી વિકેટ માટે 66 બોલમાં 130 રનની ઝડપી ભાગીદારી કરી હતી.

વર્લ્ડ કપ ફાઇનલમાં ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી અને ભારત સામે 137 રન બનાવ્યા હતા. આજે જોશ ઈંગ્લિશે તેની 110 રનની ઈનિંગથી ભારતીય બોલરોને હંફાવી દીધા હતા. ઈંગ્લીશે 50 બોલમાં 11 ચોગ્ગા અને 08 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા. ઈંગ્લીશે ભારતીય બોલરોનો જોરદાર સામનો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેને 220ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી.

શરૂઆતમાં વિકેટ ગુમાવવા છતાં ઓસ્ટ્રેલિયાએ જંગી સ્કોર બનાવ્યો 

પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓસ્ટ્રેલિયાએ 5મી ઓવરના ચોથા બોલ પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. સ્પિનર ​​રવિ બિશ્નોઈએ મેથ્યુ શોર્ટને 13 (11 બોલ)ના વ્યક્તિગત સ્કોર પર બોલ્ડ કર્યો હતો. પરંતુ આ પછી યુવા ભારતીય બોલરો જોશ ઈંગ્લિસ અને સ્ટીવ સ્મિથના ચોગ્ગા અને છગ્ગા જ જોતા જોવા મળ્યા. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 66 બોલમાં 130 રનની ભાગીદારી કરી હતી, જે 16મી ઓવરમાં સ્ટીવ સ્મિથના રન આઉટને કારણે તૂટી ગઈ હતી.

આ પછી, જોશ ઇંગ્લીશ 18મી ઓવરના બીજા બોલ પર પેવેલિયન પરત ફર્યો અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ તેની વિકેટ લીધી. આ પછી, ચોથા નંબરે આવેલા માર્ક સ્ટોઇનિસે 7* રન બનાવ્યા અને પાંચમાં નંબરે આવેલા ટિમ ડેવિડ 19* રન બનાવીને અણનમ પરત ફર્યા. આ રીતે ઓસ્ટ્રેલિયાએ બોર્ડ પર કુલ 208 રન બનાવ્યા હતા. ઈનિંગ દરમિયાન ભારતીય ખેલાડીઓની ખૂબ જ નબળી ફિલ્ડિંગ જોવા મળી હતી. કેટલાક યુવા ખેલાડીઓએ ફિલ્ડિંગમાં કેચ છોડ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget