IND vs AUS, 1st Test: પ્રથમ દિવસ ભારતનો દબદબો, રોહિત શર્માની ફિફ્ટી, ટ્રાયલ માટે 100 રનની જરુર
RaIND vs AUS, 1st Test Nagpur: ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારતે પ્રથમ ઈનિંગમાં એક વિકેટના ભોગે 77 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 20 રન બનાવી આઉટ થયો હતો.
RaIND vs AUS, 1st Test Nagpur: ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં ભારતે પ્રથમ ઈનિંગમાં એક વિકેટના ભોગે 77 રન બનાવી લીધા છે. કેએલ રાહુલ 20 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા 56 રને અને આર અશ્વિન 0 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો . ઓસ્ટ્રેલિયાની ટીમ 63.5 ઓવરમાં 177 રનમાં ઓલઆઉટ થઈ હતી. લાબુશેનએ સર્વાધિક 49 રન બનાવ્યા,સ્ટીવ સ્મિથે 37 અને એલેક્સ કેરીએ 36 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 47 રનમાં 5 વિકેટ, અશ્વિને 42 રનમાં 3 વિકેટ, શમીએ 18 રનમાં 1 વિકેટ અને સિરાજે 30 રનમાં 1 વિકેટ લીધી હતી.
બીજા સત્રમાં શું થયું
બીજા સત્રમાં ઓસ્ટ્રેલિયાની ટીમે કુલ 6 વિકેટ ગુમાવીને 98 રન બનાવ્યા હતા. બીજા સત્રમાં રવિન્દ્ર જાડેજાએ કાતિલ બોલિંગ કરી હતી. તેણે બીજા સત્રમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે અશ્વિને 2 વિકેટ લીધી હતી.
પ્રથમ સત્રમાં શું થયું?
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ મોહમ્મદ સિરાજ અને શમીએ ભારત માટે શાનદાર શરૂઆત કરી હતી. બે રનના સ્કોર પર કાંગારૂ ટીમના બંને ઓપનર પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી સ્મિથ અને લાબુશેને શાનદાર ભાગીદારી કરીને ટીમની કમાન સંભાળી હતી. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે. માર્નસ લાબુશેન તેની અડધી સદીની નજીક છે. તે 47 રન બનાવીને રમી રહ્યો છે. તે જ સમયે, સ્ટીવ સ્મિથ 19 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો છે. બે વિકેટ ગુમવીને સત્રમાં 76 રન બનાવ્યા હતા.
ભારત તરફથી સૂર્યકુમાર યાદવ અને ભરતનું ડેબ્યૂ
ટીમ ઈન્ડિયાના બે ફાસ્ટર અને ત્રણ સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યું છે. સૂર્યકુમાર યાદવ અને કેએસ ભરતે ડેબ્યૂ કર્યું છે. શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે શાનદાર બેટિંગ કરનારા શુબમન ગિલને પ્રથમ ટેસ્ટમાં સ્થાન મળ્યું નથી.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
સૂર્યકુમારે બનાવ્યો અનોખો રેકોર્ડ, બન્યો પ્રથમ ભારતીય
બહુ ટુંકા સમયમાં દુનિયાને પોતાની પ્રતિભા બતાવી ચૂકેલા સૂર્યકુમાર યાદવે આજે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે. આ સાથે જ સૂર્યાની ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરીને રમવાની ઇચ્છા પણ પુરી થઇ ગઇ છે. પરંતુ ખાસ વાત છે કે, સૂર્યકુમાર આટલા ઘાતક ખેલાડી હોવા છતાં ભારતીય ટીમ તરફથી રમવાનો મોકો બહુ લાંબા સમય બાદ મળ્યો છે. આજે ટેસ્ટ ડેબ્યૂ કરવાની સાથે જ સૂર્યકુમાર યાદવા નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાઇ ગયો છે. આ રેકોર્ડ છે કે સૂર્યકુમાર યાદવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં 30 વર્ષથી વધુની ઉંમરે ડેબ્યૂ કરનારો પહેલો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઇ ભારતીય ખેલાડીઓ આ ઉપલબ્ધિ હાંસલ નથી કરી શક્યો.
મુંબઇમાં જન્મેલા સૂર્યકુમાર યાદવ અત્યારે 32 વર્ષનો થઇ ચૂક્યો છે, અને આ પહેલા જ તેને ટી20 અને વનડે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો.
સૂર્યકુમાર- ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ વર્ષ -
ટી20 ડેબ્યૂ (14 માર્ચ 2021)- 30 વર્ષ અને 181 દિવસે ડેબ્યૂ
વનડે ડેબ્યૂ (18 જુલાઇ 2021)- 30 વર્ષ અને 307 દિવસે ડેબ્યૂ
ટેસ્ટ ડેબ્યૂ (9 ફેબ્રુઆરી 2023)- 32 વર્ષ અને 148 દિવસે ડેબ્યૂ