Ind vs Aus 2nd ODI: આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન-ડે, આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે 19 માર્ચ (રવિવાર)ના રોજ વિશાખાપટ્ટનમમાં રમાવાની છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે 19 માર્ચ (રવિવાર)ના રોજ વિશાખાપટ્ટનમમાં રમાવાની છે. પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ પાંચ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. બીજી વનડે મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
બીજી વનડેમાં તમામની નજર ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ-11 પર રહેશે. ભારતીય ટીમમાં ફેરફાર થશે તે નક્કી છે કારણ કે કેપ્ટન રોહિત શર્મા બીજી વનડેમાં ટીમ સાથે જોડાશે. રોહિત પારિવારિક કારણોસર પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો અને તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાએ ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી. રોહિતની વાપસીને કારણે પ્લેઈંગ-11માંથી કયા ખેલાડીને બહાર કરવામાં આવશે તે જોવું રસપ્રદ રહેશે.
એવું લાગે છે કે સૂર્યકુમાર યાદવ અથવા ઇશાન કિશનને બીજી વનડે માટે પ્લેઇંગ-11માંથી બહાર બેસવું પડશે. જો કે, સૂર્યા બહાર બેસે તેવી શક્યતા વધુ છે કારણ કે તે વન-ડે ક્રિકેટમાં સતત ફ્લોપ થઈ રહ્યો છે. ઈશાન કિશન મિડલ ઓર્ડરમાં પણ સારી બેટિંગ કરી શકે છે. તેણે થોડા મહિના પહેલા જ ODI ક્રિકેટમાં બેવડી સદી પણ ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો અને તે પ્રથમ બોલ પર મિચેલ સ્ટાર્કના હાથે LBW આઉટ થયો હતો. જો કે, ઓપનર ઇશાન કિશનનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. ઈશાન ત્રણ રનના અંગત સ્કોર પર માર્કસ સ્ટોઈનિસનો શિકાર થયો હતો.
સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં શાનદાર રમત બતાવી છે, પરંતુ 50 ઓવરનું ફોર્મેટ તેના માટે કંઈ ખાસ સાબિત નથી થઈ રહ્યું. સૂર્યાએ અત્યાર સુધી 21 વનડેની 19 ઇનિંગ્સમાં 27.06ની એવરેજથી 433 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે બે અડધી સદી ફટકારી છે.
Of fiery fast bowling spells ⚡️⚡️ in hot Mumbai weather ☀️ to the importance of recovery 👏🏻👏🏻
— BCCI (@BCCI) March 18, 2023
Pacers @mdsirajofficial and @MdShami11 assemble after #TeamIndia’s win in the first #INDvAUS ODI 👌🏻👌🏻 - By @RajalArora
FULL INTERVIEW 🎥🔽 https://t.co/xwNyvD6Uwk pic.twitter.com/35FrdqEhli
'વિરાટ વનડે ફોર્મેટમાં બેસ્ટ છે, કોઈ નથી આસપાસ...',કોહલી પર એરોન ફિન્ચનું નિવેદન
Aaron Finch On Virat Kohli: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. હાલમાં જ આ દિગ્ગજ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં એરોન ફિન્ચ કતારની રાજધાની દોહામાં લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ રમી રહ્યો છે. એરોન ફિન્ચ લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વર્લ્ડ જોઈન્ટ્સનો ભાગ છે. જોકે, એરોન ફિન્ચે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું છે.
'વિરાટ કોહલીની ODIમાં કોઈ ખેલાડી સાથે સરખામણી ન થઈ શકે'
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું માનવું છે કે વિરાટ કોહલી વનડે ફોર્મેટમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તેણે કહ્યું કે આ ફોર્મેટમાં વિરાટ કોહલીની આસપાસ કોઈ નથી. ODI ફોર્મેટમાં વિરાટ કોહલીની સરખામણી અન્ય કોઈ ખેલાડી સાથે થઈ શકે નહીં કારણ કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અલગ સ્તર પર છે. એરોન ફિન્ચે કહ્યું કે વિરાટ કોહલી જે રીતે ODI ફોર્મેટમાં બેટિંગ કરી રહ્યો છે, તેમાં કોઈ શંકા નથી કે તે ODI ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. ODI ફોર્મેટમાં વિરાટ કોહલીના આંકડા પ્રશંસનીય છે