IND vs AUS, 2nd ODI: ભારતની નબળી બેટિંગ, બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને જીતવા આપ્યો 118 રનોનો નજીવો ટાર્ગેટ
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમાન્ય સ્કૉર નોંધાવ્યો છે. ભારતીય ટીમ માત્ર 26 ઓવરની રમત દરમિયાન 117 રન બનાવી શકી હતી.
IND vs AUS 2nd ODI: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ આજે વિશાખાપટ્ટનમાં ગ્રાઉન્ડમાં રમાઇ રહી છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ મેચ જીતીને સીરીઝમાં પહેલાથી 1-0થી લીડ બનાવી ચૂકી છે. જોકે, આજની બીજી વનડેમાં ભારતીય ટીમની ખરાબ બેટિંગ જોવા મળી છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા નિર્ધારિત 50 ઓવરની મેચમાં માત્ર 26 ઓવર જ રમી શકી હતી, અને 117 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી.
મેચની વાત કરીએ તો....
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમાન્ય સ્કૉર નોંધાવ્યો છે. ભારતીય ટીમ માત્ર 26 ઓવરની રમત દરમિયાન 117 રન બનાવી શકી હતી. આ દરમિયાન ભારતીય ઇનિંગમાં સૌથી વધુ રન વિરાટ કોહલી 31 રન અને અક્ષર પટેલ 29 રનની ઇનિંગ રમી શક્યા હતા. આ ઉપરાંત કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યા ન હતા. રવિન્દ્ર જાડેજા 16 રન અને રોહિત શર્મા 13 રન બનાવીને રમી રહ્યાં હતા, પરંતુ તે મોટો સ્કૉર ન હતા કરી શક્યા. ખાસ વાત છે કે વનડેમા ઘરેલુ મેદાન પર ભારતીય ટીમનો આ સૌથી નિમ્ન સ્કૉર છે.
ઓસ્ટ્રેલિયન બૉલરોની ધારદાર બૉલિંગ -
ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમે વિશાખાપટ્ટનમમાં તરખાટ મચાવી દીધો હતો. કાંગારુ બૉલરોમાં મિશેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆત ઝટકા આપીને ટીમ ઇન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી હતી. સ્ટાર્કે પોતાના શાનદાર સ્પેલમાં 8 ઓવર નાંખી હતી, જેમાં 53 રન આપીને 1 મેડન સાથે 5 મહત્વની વિકેટો ઝડપી હતી.
આ ઉપરાંત અન્ય બૉલરોએ પણ ભારતીય બેટ્સમેનોનો જકડી રાખ્યા હતા. સીન એબૉટ 3 અને નાથન એલિસ 3 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા.
India never recovered from Mitchell Starc's early charge ⚡️ #INDvAUS
— ESPNcricinfo (@ESPNcricinfo) March 19, 2023
▶️ https://t.co/eCEdhE3Ww4 pic.twitter.com/iKJQBHKpH4
What a bowling performance from Australia! ✨
— ICC (@ICC) March 19, 2023
India are all out for 117! #INDvAUS | 📝 Scorecard: https://t.co/5ISBBNMhiZ pic.twitter.com/bfWB2MMDQE
Does SKY deserve a place in India's ODI XI? 😳#INDvAUS #SuryakumarYadav #Cricket pic.twitter.com/Ep5z0DvfkO
— Sportskeeda (@Sportskeeda) March 19, 2023
Mitch Starc's 5/53 in the second #INDvAUS ODI is the ninth five-wicket haul of his career.
— 7Cricket (@7Cricket) March 19, 2023
It takes him to the equal top of the tree amongst Australians, drawing level with Brett Lee ⭐ pic.twitter.com/dzDkSJquJR
India lose their sixth wicket!
— ICC (@ICC) March 19, 2023
Nathan Ellis dismisses Virat Kohli for 31. #INDvAUS | 📝 Scorecard: https://t.co/5ISBBNMhiZ pic.twitter.com/LiiaZc4hqA