શોધખોળ કરો

IND vs AUS: ટીમ ઈન્ડિયા પર તોળાતો હારનો ખતરો, કાંગારુઓના તરખાટ સામે બીજી ઈનિંગમાં પણ ભારતની બેટિંગ ફ્લોપ

IND vs AUS 2nd Test: ઑસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ પર તેની પકડ સંપૂર્ણપણે મજબૂત કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ બેટિંગમાં ફ્લોપ શો બતાવ્યો અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ગુમાવી દીધી.

IND vs AUS 2nd Test Day 2 Report: એડિલેડ ટેસ્ટમાં બીજા દિવસની રમતના અંત સુધીમાં, ભારતે બીજા દાવમાં 4 વિકેટ ગુમાવીને 128 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં હજુ પણ 29 રનથી પાછળ છે. ભારતની બીજી ઈનિંગમાં અત્યારે રિષભ પંત 28 રન અને નીતિશ કુમાર રેડ્ડી 15 રન સાથે રમી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી અત્યાર સુધી પેટ કમિન્સ અને સ્કોર બોલેન્ડે બે-બે વિકેટ લીધી છે જ્યારે મિચેલ સ્ટાર્કે પણ એક વિકેટ લીધી છે.

પ્રથમ દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટના નુકસાને 86 રન બનાવી લીધા હતા. ભારત માટે બીજા દિવસની શરૂઆત સારી થઈ કારણ કે નાથન મેકસ્વિની અને સ્ટીવ સ્મિથ જલ્દી આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. માર્નસ લાબુશેને 64 રનની અડધી સદી રમી હતી, પરંતુ ટ્રેવિસ હેડ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. 99થી વધુના સ્ટ્રાઈક રેટથી રમતા હેડે 140 રન બનાવ્યા, જે તેની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી હતી.

ભારત હારથી 5 વિકેટ દૂર છે

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ભારત પર 157 રનની લીડ મેળવી હતી. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. રાહુલ માત્ર 7 રન બનાવીને આઉટ થયો હતો અને તેના સિવાય વિરાટ કોહલી માત્ર 11 રન બનાવી શક્યો હતો. જયસ્વાલ અને શુભમન ગિલે અનુક્રમે 24 અને 28 રન બનાવ્યા હતા. તેને શરૂઆત તો મળી, પરંતુ મોટી ઇનિંગ્સ રમવામાં તે નિષ્ફળ રહ્યો. કેપ્ટન રોહિત શર્મા ક્રિઝ પર આવ્યા ત્યારથી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો, જે 6 રનના સ્કોર પર પેટ કમિન્સ દ્વારા ક્લીન બોલ્ડ થયો હતો. હવે ભારત હારથી માત્ર 5 વિકેટ દૂર છે.

રિષભ પંત પાસેથી આશા

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઋષભ પંત સમયાંતરે ટીમ ઈન્ડિયા માટે તારણહાર બની રહ્યો છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં રિષભ પંતે 28 રન બનાવ્યા છે અને તે હાલમાં 112ના સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો છે. તેની સાથે નીતીશ કુમાર રેડ્ડીએ પણ 14 બોલમાં 15 રન બનાવ્યા છે. બંનેએ ઝડપી શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ ઈનિંગની હારથી બચવા માટે ઓછામાં ઓછા 29 રન બનાવવા પડશે.

આ પણ વાંચો....

Watch: એડિલેડ ટેસ્ટમાં ભારત સામે રમાઈ ગઈ મોટી ગેમ! થર્ડ અંપાયરે મિશેલ સ્ટાર્કને આઉટ હોવા છતાં ન આપ્યો...

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
Unseasonal rain: સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આજે પણ માવઠાની આગાહી
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
LPG Price 1 January: નવા વર્ષ પર મોટો ઝટકો, LPG સિલિન્ડરની કિંમતમાં 111 રૂપિયાનો વધારો 
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
ICC બેટ્સમેન રેન્કિંગમાં મોટા ફેરફારો, ટેસ્ટથી લઈને ટી-20માં કોણ છે નંબર-1 બેટ્સમેન
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
IAS-IPS Promotion: રાજ્યમાં IAS અને IPSને અપાયા પ્રમોશન, 35 IPSના પગાર ધોરણમાં કરાયો વધારો
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
Gandhinagar: ગ્રાન્ટના અભાવે ગુજરાત પોલીસને પગારમાં થશે વિલંબ, વિપક્ષે સરકારને લીધી આડેહાથ
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
17 વર્ષની છોકરી માટે હેર સ્ટ્રેટનિંગ બની જીવલેણ, કિડની ડેમેજ થતા હોસ્પિટલમાં દાખલ કરવી પડી
Embed widget