શોધખોળ કરો

IND vs AUS, 3rd Test: પ્રથમ દિવસ કાંગારુઓના નામે રહ્યો, દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ ભારત પર મેળવી 47 રનની લીડ

પ્રથમ દિવસના અંતે કાંગારુ ટીમે 54 ઓવરની રમત રમીને 4 વિકેટના નુકશાને 156 રન બનાવી લીધા હતા. આ સાથે જ ભારત પર કાંગારુ ટીને 47 રનોની લીડ મેળવી લીધી હતી.

IND vs AUS, 3rd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત પૂર્ણ થઇ ચૂકી છે. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર 47 રનોની લીડ બનાવી લીધી છે. ટૉસ જીતીને પ્રથમ બેટિગં કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે ઇન્દોરમાં પ્રથમ દિવસ ખરાબ રહ્યો હતો, અડધા દિવસમાં જ ભારતીય ટીમ માત્ર 109 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. તો વળી, ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં પ્રથમ દિવસના અંતે ભારત સામે શાનદાર બેટિંગ કરતા 47 રનોની લીડ બનાવી લીધી છે. પ્રથમ દિવસના અંતે કાંગારુ ટીમે 54 ઓવર રમી હતી, જેમાં 4 વિકેટના નુકશાને 156 રન બનાવ્યા હતા.

ભારતની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો....
ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતને ઇન્દોર ટેસ્ટમાં પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, જેમાં ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી, આ વખતે ટીમમાં ઓપનર તરીકે કેએલ રાહુલની જગ્યાએ શુભમન ગીલને ઉતારવામાં આવ્યો હતો, ગીલ અને રોહિતે ઓપનિંગ કરી હતી. ભારત તરફથી સૌથી વધુ રન વિરાટ કોહલીએ 22 રન અને શુભમન ગીલે 21 રન બનાવ્યા હતા.

આ સિવાય ઇન્દોરની પીચ પર કોઇપણ ભારતીય બેટ્સમેન ટકી શક્યો નહતો. કેપ્ટન રોહિત શર્મા 12 રન, શ્રીકર ભરત 17 રન, ઉમેશ યાદવ 17 અને અક્ષર પટેલે 12 રનોની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 33.2 ઓવર રમીને માત્ર 109 રનોમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. 

ઓસ્ટ્રેલિયન ટીમની વાત કરીએ તો...
કાંગારુ ટીમે ઇન્દોર ટેસ્ટમાં ભારત પર વળતો પ્રહાર કરતાં શાનદાર બૉલિંગ એટેક કર્યો હતો. પ્રથમ દિવસે એકપણ ભારતીય બેટ્સમેનને ક્રિઝ પર ટકવા દીધા ન હતા. કાંગારુ ટીમમાં આ વખતે ફરીએકવા સ્પીનરનો કેર જોવા મળ્યો, મેથ્યૂ કૂહેનમેને સૌથી વધુ પાંચ 5 વિકેટો ઝડપી હતી. કૂહેનમેને પોતાની 9 ઓવરના સ્પેલમાં 2 મેડન સાથે 16 રન આપીને મહત્વની પાંચ વિકેટો ઝડપી હતી, આ સાથે જ કાંગારુઓ ભારત પર પકડ મજબૂત બનાવી લીધી હતી. આ ઉપરાંત નાથન લિયૉને 11.3 ઓવરના સ્પેલમાં 2 મેડન અને 35 રન આપીને 3 વિકેટો ઝડપી હતી. જોકે, ટૉડ મર્ફીને આ વખતે માત્ર 1 જ વિકેટ મળી શકી હતી.

ઓસ્ટ્રેલિયન બેટિંગ લાઇન અપ - 
પ્રથમ દિવસના અંતે કાંગારુ ટીમે 54 ઓવરની રમત રમીને 4 વિકેટના નુકશાને 156 રન બનાવી લીધા હતા. આ સાથે જ ભારત પર કાંગારુ ટીને 47 રનોની લીડ મેળવી લીધી હતી.

બેટિંગની વાત કરીએ તો, પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમમાં સૌથી વધુ રન અનુભવી બેટ્સમેન ઉસ્માન ખ્વાઝાએ ફટકાર્યા હતા. ઉસ્માન ખ્વાઝાએ 147 બૉલનો સામનો કરીને 4 ચોગ્ગા સાથે 60 રનની અર્ધશતકીય ઇનિંગ રમી હતી. 

આ ઉપરાંત કાંગારુ ટીમમાંથી માર્નસ લાબુશાને 31 રન અને સ્ટીવ સ્મિથ 26 રન બનાવી શક્યા હતા. દિવસના અંતે કાંગારુ ટીમે 4 વિકેટો ગુમાવી દીધી હતી, અને હાલમાં ક્રિઝ પર પીટર હેન્ડસ્કૉમ્બ 7 રન અને કેમરૂન ગ્રીન 6 રન બનાવીને રમી રહ્યાં છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાઇ રહી છે. ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં આ ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોર ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget