શોધખોળ કરો

IND vs AUS Playing-11: આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે પાંચમી ટી20, પ્લેઈંગ ઈલેવનમાં થઈ શકે છે આ બે ધાકડ ખેલાડીની એન્ટ્રી

IND vs AUS Playing-11: કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમ રવિવારે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા આ સીરીઝ પહેલા જ જીતી ચૂકી છે

IND vs AUS Playing-11: કેપ્ટન સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની યુવા ભારતીય ટીમ રવિવારે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચ મેચની T20 શ્રેણીની અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા આ સીરીઝ પહેલા જ જીતી ચૂકી છે, પરંતુ તેઓ ફાઈનલ મેચ જીતીને માર્જિનને 4-1થી વધારવા ઈચ્છશે. જો ભારતીય ટીમ આ સિરીઝ 4-1થી જીતશે તો તે આ ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ સૌથી મોટા અંતરથી જીતશે. બંને ટીમો વચ્ચે પ્રથમ વખત પાંચ મેચની T20 સીરીઝ રમાઈ રહી છે.

શ્રેયસ અને ચહર છાપ છોડવા મેદાનમાં ઉતરશે
દક્ષિણ આફ્રિકાના પ્રવાસને ધ્યાનમાં રાખીને, શ્રેયસ અય્યર અને દીપક ચહર આ મેચમાં પ્રભાવ પાડવા માંગશે. ભારતે 10 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી રમવાની છે જેમાં અય્યર અને ચહર મહત્વની ભૂમિકા ભજવશે. અય્યરે ODI વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ શુક્રવારે તેણે રાયપુરમાં ઓસ્ટ્રેલિયા સામે એક વર્ષથી વધુ સમય બાદ તેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ મેચમાં તેણે સાત બોલનો સામનો કર્યો અને આઠ રન બનાવ્યા જેમાં કોઈ બાઉન્ડ્રી સામેલ ન હતી. તેથી દક્ષિણ આફ્રિકા જતા પહેલા અય્યર ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મોટી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે. થોડા દિવસ પહેલા જ તેણે ODI વર્લ્ડ કપમાં આ મેદાન પર નેધરલેન્ડ સામે સદી ફટકારી હતી. અય્યરની જેમ ચહરે પણ ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ પુનરાગમન કર્યું છે.

દીપકે છેલ્લી T20માં બે વિકેટ લીધી હતી
રાયપુરમાં રમાયેલી મેચ ગયા વર્ષે ઓક્ટોબર બાદ ટી20 ફોર્મેટમાં ભારત માટે તેની પ્રથમ મેચ હતી. 31 વર્ષીય ફાસ્ટ બોલરે ટિમ ડેવિડ અને મેથ્યુ શોર્ટની વિકેટ લઈને પ્રભાવ પાડ્યો હતો, પરંતુ ચાર ઓવરના ક્વોટામાં તેણે 44 રન આપ્યા હતા. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ ભલે તેને અનુકૂળ ન હોય, પરંતુ તેની વૈવિધ્યપૂર્ણ બોલિંગને કારણે ચહર સફળતા હાંસલ કરી શકે છે.

સુંદર ટીમમાં એન્ટ્રી લઈ શકે છે
દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા ટીમ મેનેજમેન્ટ આ મેચમાં ઓફ સ્પિનર ​​વોશિંગ્ટન સુંદરને પણ તક આપી શકે છે. વોશિંગ્ટન પણ છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પરેશાન છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સ્થાન ન મેળવનાર ડાબોડી સ્પિનર ​​અક્ષર પટેલ અથવા રવિ બિશ્નોઈને આરામ આપીને તેને ટીમમાં સામેલ કરી શકાય છે. એ પણ શક્ય છે કે ટીમ મેનેજમેન્ટ આજની મેચ માટે કેપ્ટન સૂર્યકુમાર યાદવને આરામ આપે અને શ્રેયસ અય્યર ટીમની કમાન સંભાળે. સૂર્યા સતત ઘણું ક્રિકેટ રમી રહ્યો છે. આવી સ્થિતિમાં તિલક વર્માને પણ ટીમમાં સ્થાન આપવામાં આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget