IND vs AUS 5મી T20: ઋતુરાજ ગાયકવાડ પાસે આજે ઇતિહાસ રચવાની તક, કોહલીનો આ અદભૂત રેકોર્ડ તોડશે!
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની પાંચમી મેચ આજે બેંગલુરુમાં રમાઈ રહી છે. આ મેચમાં તમામની નજર ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ પર રહેશે. ઋતુરાજ 19 રન બનાવતાની સાથે જ મોટો રેકોર્ડ બનાવી લેશે.
IND vs AUS 5મી T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ આજે (3 ડિસેમ્બર) રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યાથી રમાવાની છે. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી ચૂકી છે. હવે આ મેચ જીતીને તે સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા મોમેન્ટમ જાળવી રાખવા માંગશે.
આ મેચમાં તમામની નજર ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ પર રહેશે જે ઈતિહાસ રચવાથી 19 રન દૂર છે. ઋતુરાજ 19 રન બનાવતાની સાથે જ મોટો રેકોર્ડ બનાવી લેશે. તે કોઈપણ દ્વિપક્ષીય T20 શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. ગાયકવાડે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીમાં કુલ ચાર મેચ રમી છે અને તેણે 71ની સરેરાશથી 213 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ દ્વારા દ્વિપક્ષીય T20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કિંગ કોહલીએ વર્ષ 2021માં ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની હોમ ટી20 સીરીઝમાં 231 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ હાલમાં આ મામલે બીજા સ્થાને છે. રાહુલે વર્ષ 2020માં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં 224 રન બનાવ્યા હતા.
પાંચમી T20 મેચ માટે ભારતીય ટીમના પ્લેઇંગ-11માં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. સ્પિનર વોશિંગ્ટન સુંદરને આ મેચમાં તક મળી શકે છે, જેથી તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા થોડી પ્રેક્ટિસ કરી શકે. સુંદર છેલ્લા કેટલાક સમયથી ઈજાઓથી પરેશાન હતો. સુંદરને લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલના સ્થાને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે, જેને દક્ષિણ આફ્રિકા સામેની T20 ટીમમાં જગ્યા મળી નથી. આ સાથે ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ આ મેચમાં તક મળી શકે છે.
પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રૂતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, દીપક કુમાર, મુકે ચહર.
પાંચમી T20માં ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન: જોશ ફિલિપ, ટ્રેવિસ હેડ, બેન મેકડર્મોટ, એરોન હાર્ડી, ટિમ ડેવિડ, મેથ્યુ શોર્ટ, મેથ્યુ વેડ (વિકેટકીપર/કેપ્ટન), બેન દ્વારશુઈસ, ક્રિસ ગ્રીન, જેસન બેહરેનડોર્ફ, તનવીર સંઘા.
T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત Vs ઓસ્ટ્રેલિયા કુલ: 30 ભારત જીત્યું: 18 ઓસ્ટ્રેલિયા જીત્યું: 11 પરિણામ નહીં: 1
ભારતમાં બંને ટીમો વચ્ચે T20 રેકોર્ડ કુલ મેચઃ 13 ભારત જીત્યાઃ 8 ઓસ્ટ્રેલિયા જીત્યાઃ 5