IND vs AUS: ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, નાગપુર ટેસ્ટમાંથી બહાર રહેશે મિશેલ સ્ટાર્ક
ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ માટે કાંગારુ ટીમમાં 4 સ્પીનર્સને સામેલ કરવામાં આવ્યા છે. ઓફ સ્પીનર ટૉડ મર્ફીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખુબ ધમાલ મચાવી છે
Australia Test Squad Against India: ભારત વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરવામાં આવેલી 18 સભ્યોની ટીમમાં 22 વર્ષના યુવા સ્પીનર ટૉડ મર્ફીને સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં સ્ટાર બૉલર મિશેલ સ્ટાર્ક અને ધાંસૂ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીનની ઇજા ચિંતાનો વિષય બની છે. ગ્રીનને સીરીઝની શરૂઆતી મેચમાં ટીમમાં સામેલ કરવામાં આવેશે. વળી, મિશેલ સ્ટાર્ક નાગપુરમાં રમાનારી પહેલી ટેસ્ટમાથી બહાર રહેશે. ગ્રીન અને સ્ટાર્ક સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયા હતા, આ બન્ને ખેલાડીઓની આંગળીઓમાં ફેક્ચર થઇ ગયુ હતુ.
કાંગારુ ટીમમાં સામેલ 4 સ્પીનર -
ભારત વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ માટે કાંગારુ ટીમમાં 4 સ્પીનર્સને સામેલ કરવામાં આવ્યા છે. ઓફ સ્પીનર ટૉડ મર્ફીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ખુબ ધમાલ મચાવી છે. તેના બેસ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા તેને ટીમમાં જગ્યા આપી છે. ઓસ્ટ્રેલિયાની આખી સ્ક્વૉડ પર નજર નાંખીએ તો ટૉડ મર્ફી, એશ્ટન એગર, મિશેલ સ્વેપ્સન અને નાથન લિયૉન સ્પીન બૉલર તરીકે સામેલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સિલેક્ટર્સે એડમ જામ્પાની સરખામણીમાં ટૉડ મર્ફીને સમાવવાનો યોગ્ય સમજ્યો.
ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), એશ્ટન એગર, સ્કૉટ બૉલેન્ડ, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, પીટર હેન્ડ્સ્કૉમ્બ, જૉશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, નાથન લિયૉન, લાન્સ મૉરિસ, ટૉડ મર્ફી, મેથ્યૂ રેનેશૉ, સ્ટીવ સ્મિથ (ઉપકેપ્ટન), મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, ડેવિડ વૉર્નર.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપઃ ઓસ્ટ્રેલિયા અને ભારત ફાઇનલમાં ટકરાઇ શકે છે -
પાંચમી સીરીઝ રમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ફાઇલમાં લગભગ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. કાંગારુ ટીમે 10 મેચોમાં જીત હાંસલ કરી છે, અને માત્ર એક જ મેચ ગુમાવી છે, 78.57 પૉઇન્ટ ટકાવારી સાથે ઓસ્ટ્રેલિયા આગામી પાંચ ટેસ્ટમાંથી જો એકપણ મેચ જીતી જાય છે, કે ડ્રૉ કરાવી લે છે, તો તે ફાઇનલમાં પહોંચી જશે.
ભારતીય ટીમની વાત કરીએ તો તેની પાસે પણ ફાઇનલમાં જવાનો સારો મોકો છે, ભારતે પાંચ સીરીઝમાં આઠ મેચ જીતી છે, અને ચાર ગુમાવી છે, તેની પાસે 58.93 ટકાવારી પૉઇન્ટ છે. તેને દક્ષિણ આફ્રિકાની સતત બે મેચો હરાવાનો ફાયદો મળ્યો છે. આ કારણે આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમ ટકરાઇ શકે છે.
AUS vs SA: શું Steve Smith લેવાનો છે સંન્યાસ ? જાણો ઓસ્ટ્રેલિયન દિગ્ગજે શું આપ્યો જવાબ
અટકળોની વચ્ચે સ્ટીવ સ્મિથે સંન્યાસ વિશે શું કહ્યું -
તાજેતરમાં અટકળો વહેતી થઇ હતી કે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ દિગ્ગજ સ્ટીવ સ્મિથ બહુ જલદી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો છે. પરંતુ હવે આ વાતને ખુદ સ્મિથ ફગાવી દીધી છે. ઇન્ડિયા ટૂડેને ફૉક્સ સ્પોર્ટ્સના હવાલાથી લખ્યુ છે કે, સ્મિથ સંન્યાસની વાતને ફગાવી દીધી છે. તેને કહ્યું કે, હું ક્યાંય નથી જઇ રહ્યો, મારી પાસે ભવિષ્યમાં રમવાના હજુ કેટલાય મોકા છે, હુ તેને લઇને ઉત્સાહિત છું, હું હજુ પણ વધુ સારુ કરવાની કોશિશ કરી રહ્યો છું.
સ્મિથે કહ્યું- મારી અંદર હજુ પણ રમવાની વધુ ઇચ્છા છે. હું હજુ પણ પોતાની રમતને બેસ્ટ કરવા પર કોશિશ કરીશ. હું આ માટે સાથે સાથે યુવા બેટ્સમેનોની મદદ કરી રહ્યો છું. હું હજુ રમતનો આનંદ લઇ રહ્યો છું, અને હાલ સંન્યાસ લેવાનો કોઇ પ્લાન નથી.