શોધખોળ કરો
IND vs AUS: ચેતેશ્વર પુજારાથી ગભરાઈ ઓસ્ટ્રેલિયાની ટીમ, સ્પિનર નાથન લિયોને ખાસ સ્ટ્રેટેજીની વાત જણાવી
આ અનુભવી સ્પિનરે એ પણ કહ્યું કે, કેપ્ટન વિરાટ કોહલીના સ્વદેશ પરત ફરવા છતાં ભારતીય ટીમમાં તેનું સ્થાન લઈને શકે તેવા અનેક પ્રભાવશાળી ખેલાડી છે.
મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના બોલરો પ્રથમ ટેસ્ટમાં ચેતેશ્વર પુજારાને રોકવામાં સફળ રહ્યા હતા પંરતુ સ્પનર નાથન લિયોને બીજી ટેસ્ટ પહેલા ભારતીય બેટિંગના વખાણ કર્યા છે. તેમનું કહેવું છે કે, આ ‘વર્લ્ડ ક્લાસ’બેટ્સમેનને બાકીના મેચમાં રોકવો એ મોટો પડકાર હશે. લિયોને ક હ્યું કે, પુજારા માટે તેમની ટીમે વિશેષ રણનીતિ બનાવી છે. બીજી ટેસ્ટ શનિવારે મેલબર્નમાં શરૂ થશે.
ચેતેશ્વર પુજારા વર્લ્ડ ક્લાસ બેટ્સમેનઃ લિયોન
લિયોને વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘પુજારા વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે અને બાકીની મેચમાં તેની બેટિંગ પર અંકુશ લગાવવો પડકારજનક હશે.’ તેમણે કહ્યું, ‘અમે શ્રેણી શરૂ થતા પહેલા જ તેના વિશે ઘણી વાત કરી હતી. એડીલેડમાં રણનીતિ કારગર સાબિત થતા સારું લાગ્યું પરંતુ આગળ કંઈક નવું કરવું પડશે.’
પુજારાની સામે સામે ખુદને અજમાવવું રસપ્રદઃ લિયોન
લિયોને કહ્યું કે, ‘તેના મેદાનમાં આવ્યા બાદ અમે એ યોજનાઓ પર અમલ કરીશું. વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની સામે ખુદને અજમાવવું એ હંમેશા રોચક હોય છે અને પુજારા એ ખેલાડીઓમાંથી એક છે.’ લિયોને એડીલેડ ટેસ્ટમાં પુજારાને 43ના સ્કોર પર આઉટ કર્યો. ઓસ્ટ્રેલિયાએ તે મેચ આઠ વિકેટથી જીતી હતી.
વિરાટનું સ્થાન લઈ શેક છે અનેક બેટ્સમેન
આ અનુભવી સ્પિનરે એ પણ કહ્યું કે, કેપ્ટન વિરાટ કોહલીના સ્વદેશ પરત ફરવા છતાં ભારતીય ટીમમાં તેનું સ્થાન લઈને શકે તેવા અનેક પ્રભાવશાળી ખેલાડી છે. લિયોને કહ્યું કે, ‘અજિંક્ય રહાણે અન પુજારા છે જે વિરાટની ઘટ પૂરી શકે છે. આ ઉપરાંત કેએલ રાહુલ, મયંક અગ્રવાલ પણ શાનદાર ખેલાડી છે જે વિરાટનું સ્થાન લઈ શકે છે.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement