T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ
ક્રિકબઝની ખબર અનુસાર, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા ટીમ ભારતનો પ્રવાસ કરી શકે છે, આ દરમિયાન 6 મેચો રમાશે. 3 ટી20 અને 3 વનડે મચોની સીરીઝ સામેલ છે.
IND vs AUS: ટીમ ઇન્ડિયા (Team India) માટે ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનારો ટી20 વર્લ્ડકપ મહત્વનો છે. ટીમ 9 વર્ષથી આઇસીસી ટ્રૉફી નથી જીતી શકી. આ ઉપરાંત ગયા વર્લ્ડકપમાં પણ ટીમનુ પ્રદર્શન સારુ ન હતુ રહ્યું, અને ટીમ પહેલા જ રાઉન્ડમાંથી બહાર નીકળી ગઇ હતી. જોકે હવે કેપ્ટન બદલાઇ ગયો છે, રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડમાં સીરીઝ રમી રહી છે. ટીમ વર્લ્ડકપ જીતવાની પુરેપુરી તૈયારીમાં લાગી છે. આ જ કારણે બીસીસીઆઇ ઓસ્ટ્રેલિયામાં સીરીઝ કરાવવા માટે તૈયારીમાં છે અને કાંગારુ ટીમ ભારતના પ્રવાસે આવી શકે છે.
ક્રિકબઝની ખબર અનુસાર, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા ટીમ ભારતનો પ્રવાસ કરી શકે છે, આ દરમિયાન 6 મેચો રમાશે. 3 ટી20 અને 3 વનડે મચોની સીરીઝ સામેલ છે. જોકે, વર્લ્ડકપને ધ્યાનમાં રાખતા વનડે મેચોના આયોજનને લઇને હજુ સુધી અંતિમ નિર્ણય નથી થયો. ઓસ્ટ્રેલિયન ટીમ હાલની ટી20 વર્લ્ડકપની ચેમ્પીયન ટીમ છે. આ ઉપરાંત આગામી વર્ષે ઓસ્ટ્રેલિયાને 4 મેચોની ટેસ્ટ સીરીઝ રમવા માટે ભારતમાં આવવાનુ છે, આ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનો ભાગ છે અને બન્ને ટીમો માટે મહત્વપૂર્ણ પણ છે.
IND vs PAK: T20 વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન મુકાબલાની તમામ ટિકિટ ત્રણ મહિના પહેલા જ વેચાઈ ગઈ -
T20 World Cup, 2022 India vs Pakistan: ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. આ ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થશે અને અંતિમ મેચ 13 નવેમ્બરે રમાશે. ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થશે. જેને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. ભારત-પાક મેચની તમાત ટિકિટ ત્રણ મહિના પહેલા જ વેચાઈ ગઈ છે.
ફાઇનલની ટિકિટો પણ વેચાઈ ગઈ -
ટી-20 વર્લ્ડ કપ 2022માં 23 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. આ મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. આ માહિતી ટૂરિઝમ ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી મળી છે. સમાચાર મુજબ ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલની ટિકિટો પણ લગભગ પૂરી રીતે વેચાઈ ગઈ છે.
ભારત-પાકિસ્તાન મુકાબલાની છે રાહ -
ટી-20 વર્લ્ડ કપ 2022માં ભારત અને પાકિસ્તાનની ટીમો એકબીજા સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ રોમાંચક મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ પહેલા એશિયા કપમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. એશિયા કપ આ વખતે શ્રીલંકામાં જ રમાવાનો છે, જોકે તેનો કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
જનરલ ટિકિટો સંપૂર્ણ વેચાઈ ગઈ -
ગ્લોબલ સ્પોર્ટ્સ ટ્રાવેલ કંપનીના જણાવ્યા અનુસાર 40 ટકા પેકેજ ભારતમાં ખરીદવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉત્તર અમેરિકામાં 27 ટકા, ઓસ્ટ્રેલિયામાં 18 ટકા અને ઇંગ્લેન્ડ સહિત અન્ય દેશોમાં 15 ટકા પેકેજ ખરીદવામાં આવ્યા છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની હોટલોમાં એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. ભારત-પાક મેચ માટેની સામાન્ય ટિકિટો સંપૂર્ણપણે વેચાઈ ગઈ છે, કેટલીક વીઆઈપી ટિકિટો બાકી છે.