IND vs AUS Final: ટીમ ઈન્ડિયાની હાર બાદ ટ્રોલ થઈ અનુષ્કા શર્મા, કોહલીના આઉટ થવા પર વાયરલ થઈ તસવીર
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ટાઈટલ પર કબજો કર્યો હતો.
Anushka Sharma WTC Final 2023 IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ટાઈટલ પર કબજો કર્યો હતો. ભારત માટે વિરાટ કોહલી પ્રથમ દાવમાં 14 અને બીજી ઇનિંગમાં 49 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ મેચ જોવા પહોંચી હતી. ટીમ ઈન્ડિયાની હાર બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અનુષ્કાને ટ્રોલ કરી હતી. તેના વિશે અનેક પ્રકારના ટ્વીટ કરવામાં આવી રહ્યા છે.
કોહલીના આઉટ થયા બાદ અનુષ્કા ઉદાસ થઈ
મેચના પાંચમા દિવસે રવિવારે ભારતની બીજી ઇનિંગમાં કોહલી 49 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 78 બોલનો સામનો કર્યો અને 7 ચોગ્ગા ફટકાર્યા. કોહલીના આઉટ થયા બાદ અનુષ્કા ઉદાસ થઈ ગઈ હતી. ટ્વિટર પર તેની ઘણી તસવીરો શેર કરવામાં આવી છે. પરંતુ તેની તસવીરો શેર કરવાની સાથે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ પણ કરી છે. અનુષ્કાને લઈને અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઓવલમાં રમાયેલી આ મેચમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો.
Anushka Sharma is literally the whole India after Virat Kohli dismissal. Boland ended hopes of billion fans.💔 #WTCFinals #ViratKohli #INDvsAUS pic.twitter.com/xd1A8Vzyq9
— Akshat (@AkshatOM10) June 11, 2023
The main reason for the dismissal of Virat Kohli.😾
— RADHE ࿗🇮🇳𓃮 (@Iamradhe_p00) June 11, 2023
Agree or d!e
Anushka Sharma is panoti for Kohli.#INDvsAUS pic.twitter.com/UHy1HcYrwS
Anushka Sharma aajtak ka sabse panoti aurat hai, agar ye hira ko bhi touch kar le toh wo koyala ban jayega...!! pic.twitter.com/DWX0tF3dUW
— व𝐬𝐮ली 🇮🇳 (@Vasooli_4) June 11, 2023
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 469 રન બનાવ્યા
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી 469 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 296 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 270 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો. આ પછી ભારતીય ટીમ બીજા દાવમાં 234 રનના સ્કોર સુધી પહોંચી હતી. આ રીતે ભારતને 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની હાર માટે તેમની બેટિંગ મોટાભાગે જવાબદાર હતી.
કોહલી 49 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો
ફાઈનલ મેચમાં જ્યારે ચોથા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતીય ટીમે 3 વિકેટના નુકસાને 164 રન બનાવી લીધા હતા. આ પછી, છેલ્લા દિવસે, તેમને જીતવા માટે વધુ 280 રનની જરૂર હતી. પરંતુ 5માં દિવસના પહેલા સેશનમાં ભારતીય ટીમને 179ના સ્કોર પર 2 મોટા ઝટકા લાગ્યા હતા. તેમાં વિરાટ કોહલીની મોટી વિકેટ પણ સામેલ છે. કોહલી 49 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો.
આ પછી બેટિંગ કરવા ઉતરેલા રવીન્દ્ર જાડેજા ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. એક જ ઓવરમાં 2 ઝડકાને કારણે ભારતીય ટીમ મેચમાં સંપૂર્ણ રીતે બેકફૂટ પર આવી ગઈ હતી. અજિંક્ય રહાણેએ અહીંથી કેએલ ભરત સાથે મળીને સ્કોરને આગળ વધારવાની શરૂઆત કરી હતી. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 33 રનની ભાગીદારી જોવા મળી હતી.
212ના સ્કોર પર અજિંક્ય રહાણેના રૂપમાં ઓસ્ટ્રેલિયાની ટીમને છઠ્ઠી સફળતા અપાવી હતી, જે 46ના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી ઓસ્ટ્રેલિયન ટીમની જીત સંપૂર્ણ રીતે નિશ્ચિત થઈ ગઈ હતી. નાથન લિયોને 234ના સ્કોર પર મોહમ્મદ સિરાજને પેવેલિયન મોકલીને ભારતીય ટીમની બીજી ઇનિંગનો અંત આણ્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી આ ઇનિંગમાં ઓફ સ્પિનર નાથન લિયોને 4 વિકેટ ઝડપી હતી જ્યારે સ્કોટ બોલેન્ડે 3 વિકેટ, મિચેલ સ્ટાર્કે 2 અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ ઝડપી હતી. આ મેચ જીતવા સાથે ઓસ્ટ્રેલિયા હવે વિશ્વ ક્રિકેટની પ્રથમ એવી ટીમ બની ગઈ છે જેણે તમામ ICC ટ્રોફી જીતી હોય.