શોધખોળ કરો

IND vs AUS Final: ફક્ત IPLનો બેસ્ટ કેપ્ટન છે રોહિત શર્મા, ટીમ ઇન્ડિયાને ન અપાવી શક્યો એક પણ ICC ટાઇટલ

IND vs AUS Final: વિરાટ કોહલી પછી રોહિત શર્માને નિયમિત ધોરણે ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

Rohit Sharma's Captaincy: રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમને વન-ડે  વર્લ્ડ કપ 2023ની ટાઈટલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ લગભગ એકતરફી મેચ જીતી લીધી હતી. 2023 વર્લ્ડ કપ હાર્યા બાદ સ્પષ્ટપણે કહી શકાય કે રોહિત શર્મા માત્ર IPLમાં જ શ્રેષ્ઠ કેપ્ટન છે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે 3 ICC ટૂર્નામેન્ટ રમી પરંતુ તેમાંથી એક પણ જીતી શકી નથી.

વિરાટ કોહલી પછી રોહિત શર્માને નિયમિત ધોરણે ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે 2022 ટી-20 વર્લ્ડ કપના રૂપમાં તેની પ્રથમ આઇસીસી ટૂર્નામેન્ટ રમી હતી, જેમાં ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારી ગઈ હતી.

આ પછી જૂન 2023 માં, ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે મેદાનમાં ઉતર્યું. અહીં ફરી એકવાર ટીમ ઈન્ડિયાને નિરાશાનો સામનો કરવો પડ્યો. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારત રોહિત શર્માની કેપ્ટન્સીમાં બીજી વખત ICC ટૂર્નામેન્ટનું ટાઇટલ હારી ગયું હતુ.

ત્યારબાદ છેલ્લે 2023ના વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ટાઇટલ મેચમાં ભારતને 6 વિકેટ અને 42 બોલમાં હરાવ્યું હતું.

રોહિત શર્માએ IPLમાં 5 ટાઇટલ જીત્યા છે

ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પાંચ ટાઇટલ જીત્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે 2013માં રોહિત શર્માની કેપ્ટન્સીમાં પહેલો ખિતાબ જીત્યો હતો. આ પછી મુંબઈ ઈન્ડિયન્સ 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી. આ રીતે રોહિત શર્માએ IPLમાં 5 ટાઇટલ જીત્યા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ભારતીય ટીમને 6 વિકેટે હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં ડાબોડી ઓપનર ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય લાબુશેને 58 રન બનાવ્યા હતા. ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ શરૂઆતથી જ ભારત પર પ્રભુત્વ જમાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાનું આ છઠ્ઠું ODI વર્લ્ડ કપ ટાઇટલ હતું. મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 241 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં મેચ જીતી લીધી હતી. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ સહિત ત્રણેય વિભાગોમાં શાનદાર હતું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget