WC Final: 12 વર્ષ બાદ 2011 સાથે મેળ ખાઇ રહ્યાં છે આ પાંચ સંયોગ, જે ટીમ ઇન્ડિયાને બનાવી દેશે ચેમ્પિયન
આવતીકાલે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાશે, આ વખતે ભારતીય ટીમ 12 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે
IND vs AUS Final: આવતીકાલે વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાશે, આ વખતે ભારતીય ટીમ 12 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી છે. ખાસ વાત છે કે, આ પહેલા જ્યારે ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી ત્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની હતી. હવે ભારતીય ટીમ ફરી એકવાર ફાઈનલમાં પહોંચી ગઈ છે અને આશા છે કે ટીમ આ વખતે પણ વર્લ્ડ ચેમ્પિયન બનશે. 2011 વર્લ્ડકપ અને 2023 વર્લ્ડકપમાં કેટલીક બધી વસ્તુઓ એવી છે જે સમાન અને મેળ ખાઇ રહી છે, જે દર્શાવે છે કે આ બંને વર્લ્ડકપનું પરિણામ પણ એક સરખું જ આવશે, એટલે કે આ વખતે ફરી એકવાર ટીમ ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બની જશે.
આ પાંચ સંયોગ બની રહ્યાં છે વર્ષ 2011 જેવા જ....
પ્રથમ સંયોગ
2011ના વર્લ્ડકપના એક વર્ષ પહેલા ઈંગ્લેન્ડની ટીમે T20 વર્લ્ડકપ જીત્યો હતો, અને 2011 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં પણ પહોંચી શકી નહોતી. આ વખતે 2023 વર્લ્ડકપના એક વર્ષ પહેલા ઇંગ્લેન્ડે T20 વર્લ્ડકપ જીત્યો હતો, પરંતુ 2023 વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં પહોંચી શકી નહોતી.
બીજો સંયોગ
2011ના વર્લ્ડકપમાં યુવરાજ સિંહે છેલ્લી ગ્રુપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે નંબર-4 પર બેટિંગ કરતી વખતે સદી ફટકારી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેવી જ રીતે 2023 વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ સામે છેલ્લી ગ્રુપ મેચ રમી હતી, જેમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યરે સદી ફટકારી હતી અને તે મેચનો પ્લેયર બન્યો હતો.
ત્રીજો સંયોગ
2011ના વર્લ્ડકપમાં લેફ્ટ આર્મ સ્પિન બૉલર યુવરાજ સિંહે આયર્લેન્ડ સામે 5 વિકેટ ઝડપી હતી. આ વખતે 2023 વર્લ્ડકપમાં પણ લેફ્ટ આર્મ સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાએ દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટ ઝડપી છે.
ચોથો સંયોગ
2011ના વર્લ્ડકપમાં ભારતીય ટીમના પાંચ બૉલરો ઝહીર ખાન, આશિષ નેહરા, મુનાફ પટેલ, હરભજન સિંહ અને યુવરાજ સિંહે પાકિસ્તાન સામેની મેચમાં 2-2 વિકેટ લઈને મેચ જીતી હતી. 2023 વર્લ્ડકપમાં પણ ટીમ ઈન્ડિયાના પાંચ બોલર જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લઈને પાકિસ્તાન સામેની મેચ જીતી છે.
પાંચમો સંયોગ
2011ના વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની મેચમાં સદી ફટકારી હતી, જે વર્લ્ડકપમાં તેની પ્રથમ સદી પણ હતી. આ વખતે 2023 વર્લ્ડકપમાં પણ વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી અને ટીમ ઈન્ડિયાએ તે મેચ જીતી લીધી હતી.
આવી સ્થિતિમાં, આ બધા સંયોગોને જોતા એવું લાગે છે કે 2011 અને 2023 વર્લ્ડકપની ફાઈનલ મેચોમાં સંયોગો હશે અને ટીમ ઈન્ડિયા ફરી એકવાર વર્લ્ડકપની ટ્રૉફી પોતાના નામે કરશે.