IND Vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝનું ડીડી સ્પૉર્ટ્સ પર થશે લાઇવ પ્રસારણ, અહીં જુઓ પુરેપુરુ શિડ્યૂલ.....
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી સીરીઝ 9 ફેબ્રુઆરીથી નાગપુરથી શરૂ થશે, આ માટે બન્ને ટીમો તૈયાર થઇ ગઇ છે. ભારતીય ખેલાડીઓ નાગપુર પહોંચી ચૂક્યા છે
IND vs AUS Live Broadcast: ભારતે ન્યૂઝીલેન્ડને ટી20 સીરીઝમાં 2-1થી હરાવી દીધુ છે, હવે ટીમ ઇન્ડિયાનું આગામી મિશન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ છે, આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયા હવે આગામી સીરીઝ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી સીરીઝ 9 ફેબ્રુઆરીથી નાગપુરથી શરૂ થશે, આ માટે બન્ને ટીમો તૈયાર થઇ ગઇ છે. ભારતીય ખેલાડીઓ નાગપુર પહોંચી ચૂક્યા છે, હવે ભારતીય ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે, તે છે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની તમામ મેચોનું લાઇવ પ્રસારણ ડીડી સ્પૉર્ટ્સ પર કરવામાં આવશે.
ડીડી સ્પૉર્ટ્સ પર થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ -
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચારેય મેચોનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉરટ્સ્ નેટવર્ક છે, પરંતુ આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ ફેન્સ મેચને લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. ડીડી સ્પૉર્ટસ પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેચો જોવા માટે ફેન્સને પૈસા નહીં ચૂકવવા પડે. વળી, આ ઉપરાંત ડિઝ્ની+પ્લસ હૉટસ્ટાર પર ફેન્સ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. જોકે, ડિઝ્ની+ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ફેન્સને પૈસા આપવા પડશે, પરંતુ ડીડી સ્પૉર્ટ્સ પર ફેન્સ મફતમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે.
બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ -
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ
ઓસ્ટ્રેલિયા સામે રવીન્દ્ર જાડેડાની વાપસી -
IND vs AUS 1st Test, Ravindra Jadeja: ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરીઝની પહેલી મેચ માટે પુરેપુરી રીતે ફિટ અને તૈયાર છે. લાંબા સમયથી પોતાની ઇજા સામે ઝઝૂમી રહેલો રવીન્દ્ર જાડેજા હવે ફરી એકવાર મેદાનમાં ધમાલ મચાવવા તૈયાર છે. રવીન્દ્ર જાડેજા આગામી ટેસ્ટ સીરીઝમાં ટીમ ઇન્ડિયામાં રમી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. આ મેચ માટે રવીન્દ્ર જાડેજાએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)એ બુધવારે (1 ફેબ્રુઆરી) ભાગ લેવાની તેની તૈયારી પર એક ફિટનેસ રિપોર્ટ જાહેર કર્યો, તે અનુસાર નાગપુરમાં ટીમના બાકીને સભ્યોમાં સામેલ થવાનો માર્ગ ખુલ્યો, જ્યાં ટીમ ટેસ્ટ અને સીરીઝની માટે એક નાનો કેમ્પ લગાવશે.
આ પહેલા રમી હતી રણજી ટ્રૉફી મેચ -
રવીન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ રણજી ટ્રૉફીમાં સૌરાષ્ટ્ર તરફથી એક મેચ રમી હતી, તામિલનાડુ વિરુદ્ધ રમાયેલી તે મેચમાં રવીન્દ્ર જાડેજાએ લગભગ 42 ઓવર ફેંકી હતી, જેમાં તેને 7 વિકેટો ઝડપી હતી, હવે તેને નેશનલ ક્રિકેટ એકેડમીનો ફિટનેસ ટેસ્ટ પણ પાસ કરી લીધો છે. આવામાં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પહેલી મેચમાં તેનુ રમવુ લગભગ નક્કી છે.
રવીન્દ્ર જાડેજા એશિયા કપ 2022 થી દુર છે ક્રિકેટથી -
રવીન્દ્ર જાડેજાએ ભારતીય ટીમ માટે પોતાની છેલ્લી મેચ 2022ના એશિયા કપમાં રમી હતી, ટૂર્નામેન્ટ દરમિયાન તેને ઘૂંટણમાં ઇજા પહોંચી હતી, અને ત્યારબાદ તે ક્રિકેટથી લગભગ પાંચ મહિના સુધી દુર થઇ ગયો હતો, આ પછી તે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વર્લ્ડકપ 2022માં પણ નહતો રમી શક્યો.